નવી દિલ્હી: આઠ ફ્રેન્ચાઇઝીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આમાં ઘણા નામો આશ્ચર્યજનક છે, જ્યારે કેટલાક નામો મીડિયામાં ચર્ચામાં હતા. મુંબઈ ઈન્ડિયન્સે પંડ્યા બંધુઓ (હાર્દિક અને કૃણાલ)ને પસંદ કર્યા નથી. આ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાનને પસંદ કર્યો નથી.


ચાલો તમામ ટીમો દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓ પર એક નજર કરીએ. આ સાથે, ચાલો જોઈએ કે કઈ ટીમ પાસે કેટલા રૂપિયા બચ્યા છે.


ચેન્નાઈ સુપર કિંગ્સ - રવિન્દ્ર જાડેજા (રૂ. 16 કરોડ), મહેન્દ્ર સિંહ ધોની (રૂ. 12 કરોડ), મોઈન અલી (રૂ. 8 કરોડ), રૂતુરાજ ગાયકવાડ (રૂ. 6 કરોડ)


કુલ પર્સ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 42 કરોડ રૂપિયા, પૈસા બાકી - 48 કરોડ રૂપિયા


મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા (રૂ. 16 કરોડ), જસપ્રિત બુમરાહ (રૂ. 12 કરોડ), સૂર્યકુમાર યાદવ (રૂ. 8 કરોડ), કિરોન પોલાર્ડ (રૂ. 6 કરોડ)


કુલ પર્સ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 42 કરોડ રૂપિયા, પૈસા કપાયા - રૂપિયા 42 કરોડ, પૈસા બાકી - રૂપિયા 48 કરોડ


કોલકાતા નાઇટ રાઇડર્સ - આન્દ્રે રસેલ (રૂ. 12 કરોડ, પર્સમાંથી કપાશે રૂ. 16 કરોડ), વરુણ ચક્રવર્તી (રૂ. 8 કરોડ, પર્સમાંથી કપાસે રૂ. 12 કરોડ), વેંકટેશ ઐયર (રૂ. 8 કરોડ), સુનીલ નારાયણ (રૂ. 6 કરોડ)


કુલ પર્સ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા - રૂ. 34 કરોડ, પૈસા કપાયા - 42, પૈસા બાકી - રૂ. 48 કરોડ


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- વિરાટ કોહલી (રૂ. 15 કરોડ), ગ્લેન મેક્સવેલ (રૂ. 11 કરોડ), મોહમ્મદ સિરાજ (રૂ. 7 કરોડ)


કુલ પર્સ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા - રૂ. 33 કરોડ, પૈસા કપાયા - 33 કરોડ, પૈસા બાકી - રૂ. 57 કરોડ


પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ (રૂ. 12 કરોડ, પર્સ 14 કરોડ કપાશે), અર્શદીપ સિંહ (રૂ. 4 કરોડ)


કુલ પર્સ - રૂ. 90 કરોડ, ખર્ચ્યા રૂ. 16 કરોડ, પૈસા કપાયા - 18 કરોડ, પૈસા બાકી - 72 કરોડ


દિલ્હી કેપિટલ્સ - રિષભ પંત (રૂ. 16 કરોડ), અક્ષર પટેલ (રૂ. 9 કરોડ, પર્સમાંથી રૂ. 12 કરોડ), પૃથ્વી શો (રૂ. 7.5 કરોડ, પર્સમાંથી રૂ. 8 કરોડ), એનરિચ નોર્ટજે (રૂ. 6.5 કરોડ)


કુલ પર્સ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 39 કરોડ, પૈસા કપાયા - 42.50 પૈસા બાકી - 47.50 કરોડ રૂપિયા


રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન (રૂ. 14 કરોડ), જોસ બટલર (રૂ. 10 કરોડ) અને યશસ્વી જયસ્વાલ (રૂ. 4 કરોડ)


કુલ પર્સ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 28 કરોડ, પૈસા કપાયા - રૂપિયા 28 કરોડ, પૈસા બાકી - 62 કરોડ


સનરાઇઝર્સ હૈદરાબાદ - કેન વિલિયમસન (રૂ. 14 કરોડ), અબ્દુલ સમદ (રૂ. 4 કરોડ), ઉમરાન મલિક (રૂ. 4 કરોડ)


કુલ પર્સ - 90 કરોડ રૂપિયા, ખર્ચ - 22 કરોડ રૂપિયા, પૈસા કપાયા - રૂપિયા 22 કરોડ, પૈસા બાકી - રૂપિયા 68 કરોડ