David Warner on Rishabh Pant: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અત્યારે સારવાર હેઠળ છે, 30મી ડિસેમ્બરના દિવસે ઋષભ પંતનો રુડકી કાર અકસ્માત થયો હતો, દેહરાદૂનની હૉસ્પીટલ બાદ હવે તેને મુંબઇની કોકિલાબેન હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યો છે. દુનિયાભરના સેલેબ્સ અને ફેન્સ ઋષભ પંતના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે, હવે લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વૉર્નરનું નામ પણ સામેલ થઇ ગયુ છે. ડેવિડ વૉર્નરે ઋષભ પંત માટે જલદી સાજા થવાની પ્રાર્થના કરી છે, તેની એક પૉસ્ટ હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.


વૉર્નરે પંત માટે કરી સલામતીની દુઆ - 
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર બેટ્સમેન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી ડેવિડ વૉર્નરે ઋષભ પંત માટે એક ખાસ પૉસ્ટ શેર કરી છે, વૉર્નરે પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ઋષભ પંત માટે દુઃઆઓ માંગી છે. વૉર્નરે પંત સાથેની એક તસવીર શેર કરી છે જેમાં બન્ને હંસી મજાકના મૂડમાં છે, વૉર્નરે આ તસવીર શેર કરતાં લખ્યું- જલદી ઠીક થઇ જાઓ ભાઇ, અમે બધા તારી સાથે છીએ. આ તસવીર ભારતની સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મનો ડાયલૉગની કૉપી કરતી વખતની છે.  






ઉલ્લેખનીય છે કે, ડેવિડ વૉર્નર અત્યારે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો સ્ટાર ઓપનર છે, અને ઋષભ પંતની સાથે વૉર્નરની સારી બૉન્ડિંગ છે. 


 


IPL 2023: દિલ્હી કેપિટલ્સ-  ડેવિડ વોર્નર કેપ્ટનશીપ કરી શકે છે - 


ઋષભ પંત રૂડકીમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, તે હવે IPLની આગામી સિઝન એટલે કે IPL 2023માં રમતા જોવા મળશે નહીં. પંતની ઈજા પર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSports ને કહ્યું કે 'તેને હમણાં જ અકસ્માત થયો હતો'. હાલ તેની સારવાર ચાલી રહી છે. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. તેને આરામ કરવા દો અને સ્વસ્થ બહાર આવવા દો. એકવાર તે સ્વસ્થ થઈ જાય, તેની તપાસ કર્યા પછી, તેણે NCAને રિપોર્ટ કરવો પડશે.


તે જ સમયે, ડોકટરોના જણાવ્યા અનુસાર, તે 6 મહિના સુધી બહાર રહી શકે છે. જો કે, તે કહે છે કે તેની ઈજાની સંપૂર્ણ સમીક્ષા કરવાની બાકી છે. સમય આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. બીસીસીઆઈની મેડિકલ ટીમ ડોક્ટરોના સંપર્કમાં છે. બીજી તરફ, ઋષિકેશ એઈમ્સના સ્પોર્ટ્સ ઈન્જરી વિભાગના વડા ડો. કમર આઝમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે પંતને સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાથી છ મહિનાનો સમય લાગી શકે છે. જો કે, જો તેના લિગમેંટ ઇજા વધુ ઘાતક હશે, તો તેને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે.


દિલ્હી કેપિટલ્સની ટીમ -
ઋષભ પંત, ડેવિડ વૉર્નર, પૃથ્વી શૉ, મનીષ પાંડે, ફિલિપ સૉલ્ટ, રાઇલી રુસો, રિપલ પટેલ, રૉવમેન પૉવેલ, સરફરાજ ખાન, યશ ધુલ, મિશેલ માર્શ, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગિડી, મુસ્તફિઝૂર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ, ઇશાન્ત શર્મા, મુકેશ કુમાર.