GT vs DC, IPL 2023 Match 44: IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોમાંચક રીતે 131 રનનો બચાવ કરતા તેને 10 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી રાહુલ તેવટિયાના સતત 3 સિક્સરની મદદથી ટીમે 19મી ઓવરમાં 21 રન બનાવ્યા અને ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી. દિલ્હી તરફથી ઇનિંગ્સની છેલ્લી ઓવર માટે આવેલા ઇશાંત શર્માને 12 રન બચાવવા પડ્યા હતા અને તેણે 6 બોલમાં માત્ર 6 રન આપ્યા હતા અને 1 વિકેટ મેળવી હતી અને ટીમને 5 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિદ્ધિમાન સાહા અને શુભમને કર્યા નિરાશ
131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમની આ મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. રિદ્ધિમાન સાહા ઇનિંગની પ્રથમ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને કેચ આઉટ થયો હતો. ગુજરાતની ટીમે 18ના સ્કોર પર પોતાના બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવ્યા હતા.
દરેકને વિજય શંકર પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા દ્વારા તેના એક શ્રેષ્ઠ બોલમાં 6 રનના અંગત સ્કોર પર બોલ્ડ આઉટ થયો હતો. ગુજરાતની ટીમને ત્રીજો ફટકો 26ના સ્કોર પર લાગ્યો હતો. આ પછી ટીમ પ્રથમ 6 ઓવરના અંતે 31 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
ડેવિડ મિલરને કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો
ગુજરાત ટાઇટન્સને 32ના સ્કોર પર ચોથો મોટો ફટકો ડેવિડ મિલરના રૂપમાં લાગ્યો હતો, જેને કુલદીપ યાદવે શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અભિનવ મનોહર સાથે મળીને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શરૂઆત કરી હતી. બંનેએ મળીને 10 ઓવરના અંતે સ્કોર 49 રન સુધી પહોંચાડ્યો હતો.
હાર્દિકે તેની અડધી સદી પૂરી કરી
હાર્દિક પંડ્યાએ અભિનવ મનોહર સાથે મળીને આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતાડવા માટે સતત કામ કર્યું હતું. આ સાથે 15 ઓવરના અંતે સ્કોર 4 વિકેટના નુકસાને 79 રન સુધી પહોંચ્યો હતો. આ પછી જ્યારે દિલ્હીની ટીમને છેલ્લી 3 ઓવરમાં 37 રનની જરૂર હતી ત્યારે અભિનવ મનોહર 26 રન બનાવીને ખલીલ અહેમદનો શિકાર બન્યો હતો. હાર્દિક અને અભિનવ વચ્ચે 5મી વિકેટ માટે 63 બોલમાં 62 રનની ભાગીદારી જોવા મળી હતી.
ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી, ગુજરાતની ટીમે 19મી ઓવરમાં 21 રન બનાવ્યા અને મેચને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં ફેરવવાનું કામ કર્યું. આ ઓવરમાં રાહુલ તેવટિયાના બેટમાં સતત 3 સિક્સ જોવા મળી હતી. આ પછી ગુજરાતને છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. ઈશાંત શર્માની આ ઓવરમાં ગુજરાતની ટીમ માત્ર 6 રન જ બનાવી શકી હતી અને તેને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.