IPL 2023, KKR vs DC: IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના બોલરોનું પ્રદર્શન આખરે મેદાન પર જોવા મળ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ તેમના હોમ ગ્રાઉન્ડ પરની મેચમાં, દિલ્હીના બોલરોએ શાનદાર બોલિંગ કરીને કોલકાતાની ઈનિંગ્સને 20 ઓવરમાં 127 રનમાં સમેટી દીધી હતી. દિલ્હી તરફથી બોલિંગમાં લાંબા સમય બાદ IPLમાં પરત ફરેલા ઈશાંત શર્માનો અદ્દભૂત દેખાવ જોવા મળ્યો, જેણે માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલ 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.


દિલ્હીના બોલરોએ શરૂઆતથી જ KKRના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. વરસાદના કારણે આ મેચ લગભગ 1 કલાક મોડી શરૂ થઈ હતી. મેચમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં જરા પણ વિલંબ કર્યો ન હતો. આ પછી કોલકાતાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં જેસન રોય અને લિટન દાસની ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે માત્ર 15 રનની ભાગીદારી કરી શકી હતી.


મુકેશ કુમારે 4ના અંગત સ્કોર પર લિટન દાસને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી છેલ્લી મેચમાં સદી ફટકારનાર વેંકટેશ અય્યર આ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. વેંકટેશને મિચેલ માર્શના હાથે કેચ આઉટ કરીને એનરિક નોર્ખિયાએ પેવેલિયન મોકલ્યો હતો. કોલકાતાની ટીમને ત્રીજો મોટો ફટકો કેપ્ટન નીતીશ રાણાના રૂપમાં 32ના સ્કોર પર લાગ્યો હતો, જે ઈશાંત શર્માના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં 4ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 6 ઓવરમાં કોલકાતાની ટીમ માત્ર 35 રન જ બનાવી શકી હતી.


 






દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિચેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઈશાંત શર્મા અને મુકેશ કુમાર.


કેકેઆરની પ્લેઈંગ ઈલેવન
 જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નરેન, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.