IPL 2023, PBKS vs RCB: આજે આઇપીએલની 16મી સિઝનમાં ફરી એકવાર બે મોટી ટીમો વચ્ચે જોરદાર જંગ જામશે. આજે આઇપીએલની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાશે. આ મેચ પંજાબના મોહાલી સ્ટેડિયમમાં રમાશે, આનાથી પંજાબને હૉમ ગ્રાઉન્ડને ફાયદો મળી શકે છે. ખાસ વાત છે કે આજની મેચથી આરસીબીની ફરી એકવાર જીતના પાટા પર પરત આવવા પ્રયાસ કરશે, તો વળી, પંજાબ કિંગ્સ પણ વધુ એક જીત માટે ઉત્સાહી છે. આવામાં બન્ને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. મેચ પહેલા જાણો બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડમાં કયા કયા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થયો છે. 


બન્ને ટીમોની અત્યાર સુધીની સફર - 
બેંગલૉરની ટીમે 16મી સિઝનમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે, જેમાં 2માં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 પૉઈન્ટ સાથે RCBની ટીમ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે. તો વળીબ બીજીબાજુ પંજાબ કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી એવરેજ રહ્યું છે. પંજાબે 5માંથી ત્રણ મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. શિખર ધવનની ટીમ 6 પૉઈન્ટ સાથે પાંચમા નંબર પર છે.


પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, આવી છે બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ ટીમો..... 


પંજાબ કિંગ્સની ટીમ - 
શિખર ધવન (કેપ્ટન), અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, રાહુલ ચાહર, સેમ કરન, ઋષિ ધવન, નાથન એલિસ, ગુરનૂર બ્રાર, હરપ્રીત બ્રાર, હરપ્રીત સિંહ, વિદ્યુત કવેરપ્પા, લિયામ લિવિંગસ્ટૉન, મોહિત રાઠી, પ્રભસિમરન સિંહ, કાગિસો રબાડા, ભાનુકા રાજપક્ષે, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, શિવમ સિંહ, મેથ્યૂ શૉર્ટ, સિકન્દર રઝા, અથર્વ ટેડ.


રૉયલ ચેલેન્જર્સ બેંગલૉરની ટીમ -
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), આકાશ દિપ, ફિન એલન, અનુજ રાવત, અવિનાશ સિંહ, મનોજ ભાંડગે, માઈકલ બ્રાસવેલ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, સિદ્ધાર્થ કૌલ, વિરાટ કોહલી, મહિપાલ લેમરૉર, ગ્લેન, મેક્સવેલ. સિરાજ, વેન પાર્નેલ, હર્ષલ પટેલ, સુયશ પ્રભુદેસાઈ, રંજન કુમાર, શાહબાઝ અહેમદ, હિમાંશુ શર્મા, કર્ણ શર્મા, સોનુ યાદવ, વિજય કુમાર વિશાક, ડેવિડ વિલી.