IPL 2023, RCB vs KKR: IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના ઘરમાં જ 21 રનથી હરાવ્યું છે. સતત ચાર હાર બાદ KKR જીત્યું છે. આ સિઝનમાં નીતિશ રાણાની ટીમની આ ત્રીજી જીત છે. રસપ્રદ વાત એ છે કે કેકેઆરની બે જીત બેંગલોર સામે આવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. 201ના ટાર્ગેટના જવાબમાં બેંગ્લોરની ટીમ 179 રન જ બનાવી શકી હતી. RCB તરફથી કોહલીએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, તેના ખેલાડીઓ કેકેઆરના સ્પિનરો સામે લાચાર દેખાતા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ત્રણ અને યુવા ખેલાડી સુયશ શર્માએ બે વિકેટ ઝડપી હતી.


કેકેઆરને સિઝનની ત્રીજી જીત 


કોલકાતા નાઈટ રાઈડર્સની આ ત્રીજી જીત છે. વાસ્તવમાં, આ ટીમને છેલ્લી 4 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં તે હારનો સિલસીલો તોડવામાં સફળ રહી હતી. નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાં 3 જીતી છે, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં 4 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ધમાકેદાર શરૂઆત બાદ વિરાટ કોહલીની ટીમ નબળી પડી


આ મેચની વાત કરીએ તો બંને ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે આરસીબી માટે તોફાની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ માત્ર 2.1 ઓવરમાં 31 રન જોડ્યા, પરંતુ તે પછી વિરાટ કોહલીની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોએ મધ્ય ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી. આરસીબીના બેટ્સમેનોને સરળતાથી રન બનાવવાની તક આપવામાં આવી ન હતી. ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી.


આરસીબીના બેટ્સમેનોની આવી હાલત જોવા મળી


વિરાટ કોહલી સિવાય, મહિપાલ લોમરોરે RCB માટે ચોક્કસપણે રન બનાવ્યા, પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા. ખાસ કરીને ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓને સસ્તામાં આઉટ થયા. ફાફ ડુ પ્લેસિસે 7 બોલમાં 17 રન બનાવ્યા હતા, પરંતુ ઝડપી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહોતો. આ સાથે જ ગ્લેન મેક્સવેલે 4 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ સિવાય દિનેશ કાર્તિકે 18 બોલમાં 22 રનની ધીમી ઇનિંગ રમી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે આન્દ્રે રસેલ અને સુયશ શર્માને 2-2 સફળતા મળી હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન સુયશ પ્રભુદેસાઈ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.