IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે, આ મેચ બન્ને માટે ખાસ છે, કેમ કે એકબાજુ કોલકત્તા જીત સાથે પાટા પર આવવા માંગશે, તો વળી, બેંગ્લૉરની ટીમે હૉમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા પુરજોશમાં પ્રયાસ કરશે. આજની મેચ બેંગ્લૉરના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થઇ જશે, અને આનું ફ્રી ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ જિઓ સિનેમા એપ અને વેબસાઇટ પરથી જોઇ શકાશે. આ ઉપરાંત આ મેચ ટીવી પર પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જોઇ શકાશે. મેચ શરૂ થાય તે પહેલા જાણો આજે બેંગ્લૉરમાં કેવું રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ?


આજની મેચમાં વરસાદ પડશે કે નહીં ?
બેંગ્લૉર અને કોલકત્તા વચ્ચે રમાનારી મેચ આજે બેંગ્લૉરમાં રમાશે, આજે 26 એપ્રિલના દિવસે બેંગ્લૉરમાં વાતાવરણ થોડુ વાદળછાયુ રહેવાની સંભાવના છે, અને વરસાદની શક્યતા પણ થોડી ઘણી છે. જો મેચમાં વરસાદ પડશે તો મેચ થોડીવાર માટે અટકી શકે છે. અહીંનું તાપમાન 22 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, અને અહીં ભેજનું પ્રમાણ 75%ની આસપાસ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે વાવાઝોડાની શક્યતાઓ નહીંવત છે પરંતુ વરસાદની સંભાવના ચોક્કસપણે છે, તેથી આજની મેચમાં સંપૂર્ણ ઓવરની મેચ થાય છે કે નહીં તે જોવું રહ્યું.