PBKS vs RCB: રોમાંચક મેચમાં બેંગ્લોરે પંજાબને 24 રને હરાવ્યું, સિરાજે 4 વિકેટ લીધી

PBKS vs RCB Live Score, IPL 2023 27th Match: IPL 2023ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 20 Apr 2023 07:04 PM
પંજાબની ટીમ 150 રનમા ઓલ આઉટ

પંજાબની ટીમ 150 રનમા ઓલ આઉટ થઈ ગઈ છે. આમ બેંગ્લોરની ટીમ 24 રને મેચ જીતી ગઈ છે. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. જ્યારે પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 46 રન બનાવ્યા હતા.

પંજાબની ટીમે 7મી વિકેટ ગુમાવી

પંજાબ કિંગ્સની ટીમને 7મો ફટકો શાહરૂખ ખાનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

પ્રભસિમરન 46 રન બનાવીને આઉટ થતાં પંજાબને છઠ્ઠો ઝટકો લાગ્યો

પંજાબ કિંગ્સને 97 રનના સ્કોર પર છઠ્ઠો ફટકો પ્રભસિમરન સિંહના રૂપમાં લાગ્યો હતો, જે 30 બોલમાં 46 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે પંજાબની ટીમને જીતવા માટે છેલ્લી 8 ઓવરમાં 72 રન બનાવવાના છે.

પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી

છઠ્ઠી ઓવરમાં પણ પંજાબ કિંગ્સે વિકેટ ગુમાવી હતી. પંજાબની 4 વિકેટ પાવરપ્લેમાં જ પડી ગઈ છે. છઠ્ઠી ઓવરમાં હરપ્રીત સિંહ ભાટિયા રનઆઉટ થયો હતો. તેણે એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. 6 ઓવર પછી પંજાબનો સ્કોર 4 વિકેટે 49 રન છે. હવે પ્રભસિમરન સિંહ અને સેમ ક્રિઝ પર છે.

લિયામ લિવિંગસ્ટોન પણ આઉટ

પ્રથમ ચાર ઓવરમાં જ બેંગ્લોરના બોલરોએ પંજાબ કિંગ્સની કમર તોડી નાખી છે. 4 ઓવરની અંદર પંજાબના ત્રણ મહત્વના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન અને અથર્વ તાયડે આઉટ થયા હતા. સિરાજને બે અને હસરંગાને એક વિકેટ મળી હતી. 4 ઓવર પછી પંજાબનો સ્કોર 3 વિકેટે 32 રન છે.

ત્રીજી ઓવરમાં સાત રન આવ્યા અને મેથ્યુ શોર્ટ આઉટ

ત્રીજી ઓવરમાં ચોગ્ગા સાથે કુલ સાત રન આવ્યા. વનિન્દુ હસરંગાએ આ ઓવરમાં મેથ્યુ શોર્ટને બોલ્ડ કર્યો હતો. ત્રણ ઓવર પછી પંજાબનો સ્કોર 2 વિકેટે 27 રન છે.

પહેલી જ ઓવરમાં વિકેટ પડી

બેંગ્લોર તરફથી મળેલા 175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી નથી. પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારનાર અથર્વ તાયડે બીજા બોલ પર આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે બેંગ્લોરને પ્રથમ સફળતા અપાવી હતી.

બેંગ્લોરે પંજાબને આપ્યો 175 રનનો ટાર્ગેટ

બેંગ્લોરે પંજાબને 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લોર તરફથી કોહલીએ 59 અને ડુપ્લેસીએ 84 રનની ઈનિંગ રમી હતી. જો કે તેમના આઉટ થયા બાદ કોઈ બેટ્સમેન મોટી પારી રમી શક્યો નહોતો.

બેંગ્લોરની બે બોલમાં બે વિકેટ પડી

બેંગ્લોરે બે બોલમાં બે વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલી 59 અને મેક્સવેલ ઝીરો પર આઉટ થયા છે. બેંગ્લેરે 17 ઓવરના અંતે 145 રન બનાવ્યા છે.

કોહલીએ ફટકારી ફિફટી

ડુપ્લેસી બાદ વિરાટ કોહલી પણ ફિફ્ટી ફટકારી છે. હાલમાં કોહલી 50 અને ડુપ્લેસી 64 રને બેટિંગ કરી રહ્યા છે. બેંગ્લોરે 14.1 ઓવરમાં વિના વિકેટે 119 રન બનાવ્યા છે.

11 ઓવર પછી 98 રન

11 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર કોઈ વિકેટ વિના 98 રન છે. ફાફ 56 અને વિરાટ 39 રન પર રમી રહ્યા છે.

8 ઓવર બાદ 74 રન

8 ઓવર બાદ બેંગ્લોરે વિના વિકેટે 74 રન બનાવી લીધા છે, કોહલી અને ડુપ્લેસી બેટિંગ કરી રહ્યા છે.

2 ઓવર પછી સ્કોર 11

2 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 11 રન છે. આ ઓવરમાં કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. સ્પિનર ​​હરપ્રીત બ્રારે આ ઓવર કરી હતી.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરાન (C), જીતેશ શર્મા (WK), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી (C.), ફાફ ડુ પ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (WK), વાનિન્દુ હસરંગા, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ

બ્રેકગ્રાઉન્ડ

Punjab Kings vs Royal Challengers Bangalore Live Score Update:  આઈપીએલ 2023 ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પંજાબે છેલ્લી મેચ 2 વિકેટે જીતી હતી. ટીમનો કેપ્ટન શિખર ધવન ફિટનેસના અભાવે રમી શક્યો નહોતો. તેના સ્થાને સેમ કુરન પંજાબની કેપ્ટનશીપ કરી હતી. બીજી તરફ છેલ્લી મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પંજાબ અને બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.