Heinrich Klaasen Century SRH vs RCB IPL 2023: હેનરિક ક્લાસેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સદી ફટકારનાર તે IPL ઇતિહાસમાં ચોથો ખેલાડી છે. આ પહેલા ડેવિડ વોર્નર અને હેરી બ્રુક આ કારનામું કરી ચુક્યા છે. બેંગ્લોર સામે રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન ક્લાસને 104 રન બનાવ્યા હતા.


એડિન માર્કરામની કપ્તાની હેઠળની હૈદરાબાદની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન ટીમે 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ઇનિંગ્સ દરમિયાન ક્લાસને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેનની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકર સહિત વિશ્વના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેની ઈનિંગની પ્રશંસા કરી છે.


ક્લાસેનએ સદી ફટકારીને હૈદરાબાદ ટીમના ઈતિહાસમાં સ્થાન  મેળવી લીધુ છે.  મોટો  રેકોર્ડ બનાવ્યો છે.  IPLમાં હૈદરાબાદ માટે સદી ફટકારનાર તે ચોથો ખેલાડી છે. આ પહેલા ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને હેરી બ્રુક પણ સદી ફટકારી ચૂક્યા છે. ક્લાસને આરસીબી સામે રમાયેલી મેચમાં માત્ર 49 બોલમાં સદી પૂરી કરી હતી. ક્લાસેનની સદીની ઈનિંગ બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ટ્વિટ કરીને તેની પ્રશંસા કરી હતી. ક્લાસેનનો ફોટો શેર કરવાની સાથે સચિને એક ખાસ સંદેશ પણ લખ્યો હતો. સચિન સાથે વિશ્વના તમામ ક્રિકેટરોએ ક્લાસેનના વખાણ કર્યા હતા.  


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ક્લાસેનની સદીના કારણે 186 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ બે વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. RCB માટે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જીત સાથે, RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.