IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટન ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાતની ટીમની કેપ્ટનશીપ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં છે.


ચેન્નઈએ અત્યાર સુધીમાં 4 વખત આ ટાઇટલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ વખતે 5મું ટાઈટલ જીતીને CSKની ટીમ સૌથી વધુ 5 વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ સાથે બરોબરી કરવાનો પ્રયાસ કરશે. પરંતુ ટુર્નામેન્ટમાં 4 ટીમો એવી પણ છે જે અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી.


આ 4 ટીમો અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી


આ ચાર ટીમો દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ છે. લખનઉની ટીમ છેલ્લી સીઝનમાં પ્રથમ વખત રમી હતી.  આવી સ્થિતિમાં આ તેની બીજી સીઝન હશે. બાકીની ત્રણ ટીમો શરૂઆતથી જ ટુર્નામેન્ટમાં છે, પરંતુ ટાઇટલ જીતી શકી નથી.


હવે આ તમામ ટીમો આ વખતે ટાઇટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ તમામ ટીમોમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ જો તેમના સંપૂર્ણ ફોર્મમાં રહે તો ગમે ત્યારે મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. હવે આ ખેલાડીઓના આધારે ચારેય ટીમો પ્રથમ વખત ટાઈટલ જીતવા માટે પોતાના પ્રયત્નો કરશે.


દિલ્હીની તાકાત વોર્નર અને અક્ષર


દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી તાકાત કેપ્ટન ડેવિડ વોર્નર છે, જેને ઈજાગ્રસ્ત ઋષભ પંતના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરે 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદને પોતાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનાવ્યું હતું


દિલ્હી ટીમની બીજી તાકાત વાઇસ કેપ્ટન અક્ષર પટેલ છે. તેની પાસે સ્પિન બોલિંગથી કોઈપણ ટીમને હરાવવાની શક્તિ છે. જ્યારે અક્ષર બોલિંગની સાથે બેટિંગમાં પણ બાજી પલટી શકે છે. અક્ષર મિડલ ઓર્ડરમાં ટીમને તાકાત આપે છે.


પંજાબ ટીમનો સૌથી મોંઘો ખેલાડી


શિખર ધવનની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ પ્રથમ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. ટીમની સૌથી મોટી તાકાત ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરન છે, જે બેટિંગ અને બોલિંગ બંનેમાં તાકાત આપે છે. કરણને પંજાબે હરાજીમાં 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેનાથી તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.


પંજાબની ટીમની બીજી તાકાત ઓપનર બોલર કાગીસો રબાડા છે. જો તે શરૃઆતમાં જ 1-2 વિકેટ લઈ લે છે તો વિપક્ષી ટીમ માટે વાપસી કરવી મુશ્કેલ બની જાય છે. ઘણી વખત રબાડા પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થયો છે.


કોહલી આરસીબીમાં સૌથી મોટો મેચ વિનર છે


જો કે RCB ટીમમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ અન્ય ઘણા સ્ટાર ખેલાડીઓ છે, પરંતુ તે અત્યાર સુધી ટાઇટલ જીતી શકી નથી. આ વખતે પણ તેની ટીમમાં કોહલીથી મોટો કોઈ મેચ વિનર નથી. બેટિંગમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ, મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ છે. આનાથી ટીમને બેટિંગમાં તાકાત મળે છે.


બોલિંગમાં જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા અને મોહમ્મદ સિરાજ છે. આ વખતે પણ RCBને મજબૂત ટીમ માનવામાં આવી શકે છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ખેલાડીઓ મેદાન પર કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.


સ્ટોઇનિસ લખનઉ ટીમની મોટી તાકાત છે


લખનઉની ટીમની કેપ્ટનશીપ કેએલ રાહુલના હાથમાં છે. પરંતુ રાહુલ સિવાય દક્ષિણ આફ્રિકાનો વિકેટ કીપર બેટર ક્વિન્ટન ડિકોક બેટિંગમાં અનુભવી અને ખૂબ જ ખતરનાક ખેલાડી છે. બીજી સીઝન રમી રહેલી લખનઉની ટીમની બીજી મોટી તાકાત ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ છે. સ્ટોઇનિસ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને ટીમને તાકાત આપે છે.