Aarya Desai IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે ઘણા ક્રિકેટરોના નસીબ ખુલી ગયા છે. જે ક્રિકેટરો રાષ્ટ્રીય ટીમમાં જગ્યા નથી બનાવી શકતા તો તેઓ અહીં સારું પ્રદર્શન કરીને નામ કમાય છે. આ સાથે કમાણી પણ સારી થાય છે. IPL 2024 માટે દુબઈમાં હરાજી થશે. આ માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે હરાજીમાં ઘણા અજાણ્યા ચહેરા ચમકી શકે છે. એવું જ એક નામ છે આર્યા દેસાઈનું. આર્ય ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે રમે છે.
ટીમો IPL ઓક્શન 2024માં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે. આ યાદીમાં આર્યાનું નામ પણ સામેલ છે. આર્યાએ તેના વય જૂથમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે ડોમેસ્ટિક મેચોમાં ગુજરાત માટે રમે છે. આર્યા ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. જોકે, તેને હજુ ડેબ્યૂ કરવાની તક મળી નથી. આર્યા આઈપીએલમાં સારો બેકઅપ બની શકે છે. તેણે ઘણી ટીમો માટે ટ્રાયલ પણ આપી છે.
કોલકાતાની નજર ફરી એકવાર આર્યા પર પડી શકે છે
ટીમો હરાજીમાં આર્યા પર મોટો દાવ લગાવી શકે છે. આર્યાને હરાજીના સેટ નંબર 16માં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. બેટિંગની સાથે આર્યા સ્પિન બોલિંગ પણ કરે છે. આર્યાની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કોલકાતાની નજર ફરી એકવાર આર્યા પર પડી શકે છે. તે ટીમ માટે બેકઅપ તરીકે રહી શકે છે.
જો આપણે આર્યા દેસાઈના અત્યાર સુધીના ડોમેસ્ટિક ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. આર્યાને સિનિયર ખેલાડીઓ સાથે વધુ રમવાની તક મળી નથી. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 6 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા છે. આ દરમિયાન એક અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. જોકે વિકેટ મળી ન હતી. આર્યાએ 2 લિસ્ટ A મેચ રમી છે. તેણે 8 ટી20 મેચ રમી છે, જેમાં 173 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 62 રન રહ્યો છે.
આ પણ વાંચો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial