IPL 2024ને લઈને ચેન્નાઈ દ્વારા રિલીઝ કરવામાં આવેલા અને રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ટીમના રિટેન લિસ્ટમાં ફેન્સ માટે સૌથી મોટા ખુશખબર મહેન્દ્ર સિંહ ધોનીના રૂપમાં હશે.  ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને જાળવી રાખ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે તે ટુર્નામેન્ટની આગામી સિઝન એટલે કે આઈપીએલ 2024માં ટીમની કમાન સંભાળશે. આ સિવાય ચેન્નાઈએ કેટલાક આકરા નિર્ણયો લીધા છે અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને બહાર કર્યો છે. 






જાળવી રાખેલા ખેલાડીઓની યાદી


મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હાંગેકર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મતિશા પથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહિષ તિક્ષાણા, અજિંક્ય શેખ, એન. સિંધુ, અજય મંડલ.


બહાર કરવામાં આવેલા ખેલાડીઓની યાદી


બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાયલ જેમિસન, આકાશ સિંહ, અંબાતી રાયડુ (નિવૃત્ત), સિસાંદા મગાલા, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ.  


હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સમાં જ રહેશે


IPL 2024 માટે તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે. બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ હાલ તે ગુજરાત સાથે જ રહેશે.


ધોની IPL 2024માં રમશે કે નહીં?
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 માટે એમએસ ધોનીને જાળવી રાખ્યો છે. મતલબ કે તે ફરી એકવાર IPLમાં રમતો જોવા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 2023 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આઈપીએલ 2023માં માહી જ્યાં પણ મેચ રમવા ગયો ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા. પરંતુ તે ફરી એકવાર પોતાની રમતથી ફેન્સનું મનોરંજન કરવા માટે તૈયાર છે.


32 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બેન સ્ટોક્સે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લીધો હતો. આઈપીએલ પહેલા તેમને ભારતમાં 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે અને ત્યારબાદ જૂન 2024માં ટી20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આવી સ્થિતિમાં તેણે આ મોટો નિર્ણય લીધો છે.