IPL 2024: ગુજરાત ટાઈટન્સને ટાઈટલ જીતાડનાર કેપ્ટન હાર્દિક પંડ્યા હવે આગામી સીઝનથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ મારફતે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેમરૂન ગ્રીન હવે RCB તરફથી રમતા જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન માટે કેશ-ઈન ઓલ ટ્રેડ કર્યો છે અને હાર્દિકને પણ તેમની સાથે કેશ-ઈન-ઓલ ટ્રેડમાં સામેલ કર્યો છે.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આખરે રવિવારે તેની જૂની આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. 72 કલાકના ડ્રામા પછી કેશ ટ્રેડ ડીલથી તે ગુજરાતમાંથી મુંબઈની ટીમમાં ગયો છે. IPL રિટેન વિન્ડોની સમયમર્યાદા રવિવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ હતી અને ત્યાં સુધીમાં ગુજરાતે હાર્દિકનું નામ તેની રિટેઈન લિસ્ટમાં રાખ્યું હતું.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારી અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યએ જણાવ્યું કે, સાંજે 5 વાગ્યા પછી હાર્દિકનું ટ્રેડ ઓફ પૂર્ણ થઈ ગયું હતું. ડીલ હવે ઔપચારિક છે અને તે હવે મુંબઈનો ખેલાડી છે. આ તમામ એ કેશ ટ્રેડ ડીલ છે. મુંબઈએ તેના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો છે. હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ પાસે ગુજરાત સાથે તમામ રોકડ કરાર કરવા માટે પૂરતા પૈસા હતા. છેલ્લી હરાજી દરમિયાન મુંબઈ દ્વારા ગ્રીનને 17.5 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
આજે મુંબઇ ઇન્ડિયન્સ ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા છે, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થઇ છે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યુ હાર્દિક ઇઝ હૉમ...
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ગુજરાતે આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન શનાકાના નામ સામેલ છે.
ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીઓ બહાર પાડ્યા (ગુજરાત ટાઇટન્સ રિલીઝ ખેલાડીઓની યાદી)
યશ દયાલ
કેએસ ભરત
શિવમ માવી
ઉર્વીલ પટેલ
પ્રદીપ સાંગવાન
ઓડિયન સ્મિથ
અલ્ઝારી જોસેફ
દાસુન શનાકા
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઇપીએલની આગામી સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. ગુજરાત ટાઇટન્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો હતો.
ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, ' ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.