PBKS vs GT LIVE Score: પંજાબ સામે ગુજરાત ટાઇટન્સની 3 વિકેટે જીત
IPL 2024: મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલ મેચ સબંધીત લાઈવ અપડેટ તમે અહીં વાચી શકો છે.
IPL 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. 143 રનનો પીછો કરતી વખતે ગુજરાતે એક વખત 16મી ઓવરમાં 103 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલ તેવટિયાએ 18 બોલમાં અણનમ 36 રન ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. આ સિવાય શુભમન ગીલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ગુજરાતની આ ચોથી જીત છે.
લિયામ લિવિંગસ્ટોને ગુજરાતને ત્રીજો ઝટકો આપ્યો હતો. લિયામ લિવિંગસ્ટોને ડેવિડ મિલરને બોલ્ડ કર્યો હતો. મિલર છ બોલમાં ચાર રન જ બનાવી શક્યો હતો. 13 ઓવર પછી ગુજરાતનો સ્કોર 3 વિકેટે 86 રન છે.
અર્શદીપ સિંહે ચોથી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને પહેલો ઝટકો આપ્યો હતો. રિદ્ધિમાન સાહા 11 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. હવે શુભમન ગિલ અને સાઈ કિશોર ક્રિઝ પર છે.
પ્રથમ રમત રમીને પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 143 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમ કરન અને પ્રભસિમરન સિંહે પંજાબને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 52 રન જોડ્યા હતા. જો કે, આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને માત્ર 99ના સ્કોર પર સાત બેટ્સમેન આઉટ થઈ ગયા. આ પછી હરપ્રીત બ્રારે માત્ર 12 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા અને સ્કોરને 140ની પાર પહોંચાડી દીધો. ગુજરાત તરફથી રવિ સાંઈ કિશોરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
પંજાબને સાતમો ફટકો શશાંક સિંહના રૂપમાં લાગ્યો જે માત્ર આઠ રન બનાવી શક્યો હતો. સાંઈ કિશોરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. હરપ્રીત બ્રાર બેટિંગ કરવા આવ્યો છે. 16 ઓવર પછી ટીમનો સ્કોર 107/7 છે.
સાઈ કિશોરે પંજાબ કિંગ્સને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. તેણે બીજી સફળતા અભિષેક શર્માના રૂપમાં મેળવી હતી. તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. પંજાબનો બેટિંગ ઓર્ડર આજની મેચમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. 14 ઓવર પછી ટીમનો સ્કોર 93/6 છે.
નૂર અહેમદે પંજાબ કિંગ્સને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે 78 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. તે માત્ર છ રન બનાવી શક્યો હતો. શશાંક સિંહ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
પંજાબ કિંગ્સને પહેલો ફટકો પ્રભસિમરન સિંહના રૂપમાં લાગ્યો હતો. મોહિત શર્માએ તેને શિકાર બનાવ્યો હતો. પ્રભાસિમરન અને સેમ કરન વચ્ચે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી. યુવા બેટ્સમેને 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. રિલે રૂસો ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે.
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), ડેવિડ મિલર, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહમદ, સંદીપ વોરિયર અને મોહિત શર્મા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: સાઈ સુદર્શન, બી.આર. શરથ, માનવ સુથાર, દર્શન નાલકંડે, વિજય શંકર
સેમ કરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, રિલી રોસોયુ, લિયામ લિવિંગસ્ટન, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ ચહર, વિદ્વત કવેરપ્પા, અથર્વ તાઈડે, હરપ્રીત સિંહ ભાટિયા, શિવમ સિંહ.
પંજાબ કિંગ્સના કપ્તાન સેમ કરેને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પ્રથમ બોલિંગ કરશે. તે જ સમયે, શિખર ધવન પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો નથી. તેથી, સેમ કુરેન કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
PBKS vs GT Playing XI: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ચંદીગઢ ખાતે સામસામે છે. આ મેચ સબંધિત તમામ અપડેટ તમે અહીં વાંચી શકો છે. હવે બંને ટીમના ખેલાડીઓની વાત કરીએ તો ગુજરાત માટે બેટિંગમાં કેપ્ટન શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર અને રાહુલ તેવટિયા પર ઘણું નિર્ભર રહેશે, જ્યારે બોલિંગમાં મોહિત શર્મા, ઉમેશ યાદવ, નૂર અહેમદ અને સ્પેન્સર જોન્સન રહેશે. પોતાની ઝડપી બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને માત આપવાનો પ્રયાસ કરશે. બીજી તરફ પંજાબને જોની બેરસ્ટો, જીતેશ શર્મા, શશાંક સિંહ, આશુતોષ શર્મા અને સેમ કરનના પ્રદર્શન પર આધાર રહેશે. જ્યારે બોલિંગમાં હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ પર વિરોધી ટીમના મહત્વના બેટ્સમેનોને આઉટ કરવાની જવાબદારી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -