મેગા ઓક્શનનો સમય બદલાયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ હરાજીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે અને તેને 24 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ હરાજી બપોરે 1 વાગ્યાથી થવાની હતી. હવે હરાજી સાઉદી અરેબિયાના સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. BCCIએ કહ્યું કે આ ફેરફાર બ્રોડકાસ્ટર્સના કહેવા પર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું, 'કૃપા કરીને નોંધ આપો કે હવે હરાજીનો સમય સાઉદી સમય મુજબ બપોરે 1:00 વાગ્યે / ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યાનો હશે.
મેગા ઓક્શનના બંને દિવસે બે સેશનમાં બિડિંગ થશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ પછી લંચ થશે અને ત્યાર પછી ભારતીય સમય અનુસાર સાંજે 5:45 થી 10:30 સુધી બીજું સત્ર થશે. બંને દિવસે શિડ્યુલ એકસરખું રહેશે. જેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. તમામ ટીમોએ પહેલાથી જ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેથી હરાજીમાં મહત્તમ 204 સ્લોટ જ ભરવામાં આવશે.
માર્કી પ્લેયર સેટથી હરાજી શરૂ થશે
IPL 2025 મેગા ઓક્શન માર્કી પ્લેયર સેટ સાથે શરૂ થશે. આ વખતે બે માર્કી પ્લેયર સેટ બનાવવામાં આવ્યા છે. જોસ બટલર, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કગિસો રબાડા, અર્શદીપ સિંહ અને મિશેલ સ્ટાર્કના નામ માર્કી ખેલાડીઓના પ્રથમ સેટમાં છે. જ્યારે, યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મિલર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજને બીજા સેટમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે હરાજી માટે તમામ ટીમોના પર્સ 120 કરોડ રૂપિયા છે, જેમાંથી ટીમોએ ખેલાડીઓને રિટેન કરવામાં કેટલાક પૈસા પણ ખર્ચ્યા છે. આવી સ્થિતિમાં તે હવે બાકીના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. દર વખતની જેમ આ વખતે પણ માર્કી પ્લેયર્સ સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે. એટલે કે તમામ ટીમો આ ખેલાડીઓ પર જ મહત્તમ પૈસા ખર્ચ કરશે.