Vaibhav Suryavanshi IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. કોલકાતાએ ગયા સિઝનમાં IPLનો ખિતાબ જીત્યો હતો. જો આપણે રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરીએ તો, તેમની પહેલી મેચ 23 માર્ચે છે. રાજસ્થાનનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. રાજસ્થાને મેગા હરાજીમાં 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને ખરીદ્યો હતો. વૈભવે નાની ઉંમરે અનેક કમાલની ઈનિંગ રમી છે.
વૈભવે ઘણી વખત ભારતીય અંડર 19 ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઘાતક પ્રદર્શન કર્યું હતું. વૈભવે માત્ર 58 બોલમાં સદી ફટકારી હતી. વૈભવે 2024ના અંડર 19 એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. શ્રીલંકા સામેની સેમિફાઇનલમાં તેણે ભારત માટે અડધી સદી ફટકારી હતી. વૈભવે આ મેચમાં 36 બોલનો સામનો કરીને 67 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો.
મેગા ઓક્શનમાં વૈભવ સૌથી નાની ઉંમરનો કરોડપતિ બન્યો -
IPL મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરનો કરોડપતિ બન્યો. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. વૈભવની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી. રાજસ્થાનની નજર ઘણા સમયથી વૈભવ પર હતી. ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવા ઉપરાંત, તેણે બીજી મેચમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. વૈભવે બિહારમાં અંડર-19 ટુર્નામેન્ટમાં અણનમ 332 રન બનાવ્યા હતા.
IPL 2025 ઓપનિંગ સેરેમની વેન્યૂ -
IPL 2025 નો ઉદઘાટન સમારોહ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે યોજાશે.
IPL 2025 ઓપનિંગ સેરેમની ટાઇમ -
આઈપીએલની પહેલી મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે ૭ વાગ્યે થશે. આ પહેલા, IPL ઉદઘાટન સમારોહનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે.
IPL 2025 ઓપનિંગ સેરેમની પરફોર્મર -
IPL ના ઉદઘાટન સમારોહમાં પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. પરંતુ સમારોહમાં કયા કલાકારો પરફોર્મ કરશે તે હજુ સુધી પુષ્ટિ થયેલ નથી.
IPL 2025 ઓપનિંગ સેરેમનીની ટિકીટ -
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR વિરુદ્ધ RCB મેચ પહેલા IPLનો ઉદઘાટન સમારોહ યોજાશે. આ મેચની ટિકિટ ઉદઘાટન સમારોહની ટિકિટ હશે. આ મેચ (KKR vs RCB IPL 2025 ટિકિટ) ની ટિકિટો ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. ચાહકો BookMyShow પર ટિકિટ બુક કરાવી શકે છે. આ સમાચાર લખતી વખતે, ઉપલબ્ધ લઘુત્તમ ટિકિટ રૂ. ૩,૫૦૦ હતી.