IPL Auction 2020: પેટ કમિન્સને KKRએ 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી
આ વર્ષે હરાજીમાં કુલ 73 ખેલાડીઓની ખરીદી કરાશે જેમાં ફક્ત 29 વિદેશી ખેલાડીઓ હશે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
19 Dec 2019 08:35 PM
કેદાર દેવધર, કેએસ ભરત, અંકુશ બેસ, વિષ્ણુ વિનોદ, કુલવંત ખેજરોલિયા, તુષાર દેશપાંડે, પ્રભસિમરન સિંહ, માર્ક વુડ, ઓનરિક નોત્જે, અલ્ઝારી જોસેફ, મુસ્તફિઝુર રહમાન અનસોલ્ડ રહ્યા હતા.
સૌરભ તિવારીને મુંબઇએ 50 લાખ, ડેવિડ મિલરને રાજસ્થાને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમેરને દિલ્હીએ 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
એન્ડિલે ફેલુક્વાયો, ઋષિ ધવન, બેન કટિંગ, કોલિન મુનરો, મનોજ તિવારી, માર્ટિન ગુપ્ટિલ, કાર્લોસ બ્રેથવેઇટ, કોલિન ઇગ્રામ, અને માર્ક્સ સ્ટોઇનિસ અનસોલ્ડ રહ્યા હતા.
ન્યૂઝીલેન્ડના ખેલાડી જેમ્સ નીશમે પંજાબને 50 લાખમાં ખરીદ્યો હતો. તે સિવાય મિશેલ માર્શને હૈદરાબાદે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ભારતીય બોલર પિયૂષ ચાવલાએ સીએસકેને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોન્ટ્રેલને પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ભારતીય બોલર પિયૂષ ચાવલાએ સીએસકેને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોન્ટ્રેલને પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોન્ટ્રેલને પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ન્યૂઝીલેન્ડના અનુભવી બોલર ટિમ સાઉથી , હરપ્રીત ભાટિયા, મનજોત કાલરા, રોહન કદમ, હેડન વોલ્શ, એડમ જેમ્પા, ઇશ સોઢી અનસોલ્ડ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્ર્યૂ ટાય, જનદેવ ઉનડકટ, ડેલ સ્ટેઇન, મોહિત શર્મા, વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી શાઇ હોપ, નમન ઓઝા અનસોલ્ડ રહ્યા હતા.
સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને આરસીબીએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઇગ્લેન્ડના સેમ કરનને ચેન્નઇ સુપર કિંગ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સને કેકેઆરએ 15.50 કરોડ રૂપિયામા ખરીદ્યો હતો.
યુસુફ પઠાણ અને કોલિન ડિ ગ્રેડહોમ અનસોલ્ડ રહ્યા હતા.
ક્રિસ વોક્સને દિલ્હી કેપિટલ્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
એરોન ફિંચને આરસીબીએ 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જેસન રોયને દિલ્હી કેપિટલ્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
પૂજારા અને હનુમા વિહારી અનસોલ્ડ રહ્યા હતા.
રોબિન ઉથપ્પાને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઇગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને કેકેઆરએ 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ત્રણ ખેલાડીઓને અત્યાર સુધી 10 કરોડથી વધુની કિંમતમાં ખરીદવામાં આવ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને આરસીબીએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સને કોલકત્તા નાઇટરાઇડર્સે 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે સિવાય ગ્લેન મેક્સવેલને પંજાબે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 2020 સીઝન માટે કોલકત્તામાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આ વર્ષે હરાજીમાં કુલ 73 ખેલાડીઓની ખરીદી કરાશે જેમાં ફક્ત 29 વિદેશી ખેલાડીઓ હશે. સૌથી વધુ કિંમત ધરાવતા બે કરોડના બ્રેકેટમાં સાત ખેલાડી છે. જ્યારે દોઢ કરોડના બ્રેકેટમાં 10 અને એક કરોડ રૂપિયાના બ્રેકેટમાં 23 ખેલાડીઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -