IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થશે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે અમદાવાદ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેશે. હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી  ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે. હવે આજે કોને જેકપોટ લાગે છે અને કોણ અનસોલ્ડ રહે છે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. 


કેટલા વાગે શરૂ થસે હરાજી


આજે બેંગાલુરૂમાં બપોરે 12.00 વાગ્યાથી આઈપીએલની બે દિવસની હરાજીનો પ્રારંભ થશે. હરાજીની શરૂઆતમાં માર્કી પ્લેયર્સ પર બોલી લાદગશે. જે પછી અન્ય ખેલાડીઓને જુદા-જુદા સેટમાં હરાજીમાં મુકવામાં આવશે.


શું છે પ્રથમ દિવસની વિશેષતા 


હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


આ ખેલાડીઓ પર રહેશે નજર


બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા શ્રેયસ ઐયર, શિખર ધવન, કમિન્સ, રબાડા, બોલ્ટ, ડુ પ્લેસીસ, વોર્નર, ડી કૉક, શમી, અશ્વિન જેવા ખેલાડીઓનું નસીબ ઝકળશે. મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓની નજર આ સુપરસ્ટાર ખેલાડીઓ પર મંડાયેલી છે અને તેમને કરારબધ્ધ કરવા માટે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.


આઇપીએલે પ્રથમ દિવસની હરાજીમાં 10 માર્કી પ્લેયર્સને બોલી માટે મૂકવાનું નક્કી કર્યું છે. આ માર્કી પ્લેયર્સ સિવાય અન્ય 151 ખેલાડીઓ પણ હરાજીમાં મુકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલ કાઉન્સીલે બનાવેલા નિયમ પ્રમાણે આઠ ફ્રેન્ચાઈઝીઓને ગમતા મહત્તમ ચાર રિટેન કરવાની અને નવી બે ટીમને મહત્તમ ત્રણ ખેલાડીઓ પસંદ કરવાની તક આપવામાં આવી હતી.


જે પ્રમાણે કુલ 33 સ્ટાર ખેલાડીઓને 10 ટીમોએ તેમની ટીમમાં સામેલ કરી દીધા છે.  મોડી રાત્રે અંડર 19 વર્લ્ડ કપ જીતનારી 10 ખેલાડીઓને પણ હરાજીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આઇપીએલે ખેલાડીઓને તેમની વિશેષતા એટલે કે બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર વિગેરે જેવા અલગ-અલગ સેટમાં ગોઠવ્યા છે. અને તે અનુસાર જ બોલી લગાવવામાં આવશે.