IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે ગુજરાત ટાઈટન્સ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લઈ રહી છે.
માર્કી લિસ્ટના કયા ખેલાડીને કઈ ફ્રેન્ચાઈઝીએ કેટલા કરોડમાં ખરીદ્યા ?
આ વખતે માર્કી લિસ્ટમાં 10 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડીકોક, ફાફ ડુપ્લેસિસ, પેટ કમીન્સ, કાગીસો રબાડા અને ડેવિડ વોર્નર સામેલ છે.
- શિખર ધવન – 8.25 કરોડ, પંજાબ કિંગ્સ
- રવિચંદ્રન અશ્વિન - 5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
- પેટ કમિન્સ - 7.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
- કાગીસો રબાડા - 9.25 કરોડ, પંજાબ કિંગ્સ
- ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ, રાજસ્થાન રોયલ્સ
- શ્રેયસ અય્યર - 12.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
- મોહમ્મદ શમી - 6.25 કરોડ, ગુજરાત ટાઇટન્સ
- ફાફ ડુ પ્લેસિસ - 7 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
- ડેવિડ વોર્નર 6.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ
છેલ્લે ક્યારે યોજાઈ હતી આઈપીએલ ઓક્શન
આઈપીએલમાં છેલ્લી વાર મેગા ઓક્શન 2018માં થઈ ત્યારે હરાજીમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લઈ રહી છે. બોર્ડની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા પણ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવતાં હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.