IPL AUCTION: ભાઈ અર્જુનના સપોર્ટમાં આવી બહેન સારા તેંડુલકર, પરિવારવાદના આરોપની વચ્ચે કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2021 09:53 AM (IST)
છેલ્લી બે ત્રણ સીઝનથી અર્જુન આ ફ્રેન્ચાઇઝી માટે નેટ બોલર તરીકે પણ રહયા છે, જો કે હવે તેણે મુંબઈની ટીમ માટે પદાર્પણ કર્યું છે, આ પહેલા તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણાની સામે રમ્યા હતા.
આઈપીએલ માટે ગુરુવારે યોજાયેલ હરાજીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દીકરી અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમ માટે ખરીદી લીધો છે. અર્જુનની પસંદગી બાદ ફરી એક વખત પરિવારવાદ પર ચર્ચા ચાલુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો અર્જુન તેંડુલકરની પસંદગીની ટીકી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેંડુલકર અટક હોવાને કારણે અર્જુનને સરળતાથી મુંબઈની ટીમમાં સ્થાન મળ્યું છે. હવે અર્જુનની બેહન સારા તેંડુલકરે આ ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે. સારાએ અર્જુનને સપોર્ટમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું, “કોઈપણ તારી પાસેથી તારી આ ઉપલબ્ધિને નહીં ઝુંટવી શકે. આ તારી છે. મને તારા પર ગર્વ છે.” નોંધનિય છે કે છેલ્લી બે ત્રણ સીઝનથી અર્જુન આ ફ્રેન્ચાઇઝી માટે નેટ બોલર તરીકે પણ રહયા છે, જો કે હવે તેણે મુંબઈની ટીમ માટે પદાર્પણ કર્યું છે, આ પહેલા તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણાની સામે રમ્યા હતા, આ મુદ્દે અર્જુન તેંડુલકર દ્વારા એક વિડીયો સંદેશ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઝહીર ખાને કહ્યું કે, અર્જુન ખૂબ જ મહેનતી યુવાન છે, અને તેણે ખુદને સાબિત કરવાનું રહેશે. મહત્વનું છે કે આ સચિન તેંડુલકર પણ પહેલા મુંબઈ માટે જ આઇપીએલમાં રમતા હતા અને પછી તે અમુક સીઝન સુધી સપોર્ટ સ્ટાફમાં પણ જોડાયા હતા, અને અંબાણી પરિવાર સાથે સચિન તેંડુલકર પરિવારના ઘણા નજીકના સંબંધો રહયા છે, જેને લઈને પણ ટ્રોલર્સ આવી કોમેન્ટ કરી રહયા હોવાનું સંભવ છે.