નવી દિલ્હીઃ IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યો પણ છે. કુલ 61 ખેલાડી માટે આઠ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી હતી. તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં 145.30 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 56 ખેલાડીઓ ખરીદ્યા હતા.


આઈપીએલ 2020માં શ્રીલંકાના બોલર ઈસરુ ઉડાનાને કોહલીના નેતૃત્વ હેઠળની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 50 લાખમાં ખરીદ્યો હતો. તે સમયે આરસીબીના ક્રિકેટ ડાયરેક્ટર માઇક હેસને જણાવ્યું હતું. આ ખેલાડી માટે અમે 28 કરોડ રૂપિયા દાવ પર લગાવી શકીએ છીએ. પરંતુ 2020માં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ અને 10 મેચમાં માત્ર 8 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાના ઈસરુ ઉડાનાએ 18 આંતરરાષ્ટ્રી વન ડે મેચમાં 16, 30 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 24 વિકેટ ઝડપી છે. આઈપીએલની 10 મેચમાં તેણે 8 વિકેટ લીધી છે. 10 વિદેશી ક્રિકેટરો એવા છે જેમને આઈપીએલ 2021ની હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યા નહોતા. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ, ઈંગ્લેન્ડનો જેસન રોય, ઈંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ, ઓસ્ટ્રેલિયાનો જેસન બેહરનડ્રોફ, ન્યૂઝિલેન્ડનો મિચેલ મેક્લેનેઘન, વેસ્ટ ઈન્ડિઝનો શેલ્ડન કોટરલ, ઓસ્ટ્રેલિયાનો શોન માર્શ, ન્યૂઝિલેન્ડનો કોરી એન્ડરસન, ઓસ્ટ્રેલિયાનો માર્નુસ લાબુશાને અને ઈંગ્લેન્ડનો અદિલ રશિદને આઈપીએલ 2021ની હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યા નહોતા.

RBI એ આ જાણીતી બેંક પર મુક્યો પ્રતિબંધ, 1000 રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકે ગ્રાહકો, ખાતાધારકોમાં ફફડાટ

રાશિફળ 20 ફેબ્રુઆરીઃ  આ 5 રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ