નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે આઈપીએલ સિઝન 13 રદ કરવામાં આવી છે, ત્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરે કહ્યું કે, તેઓ આ વર્ષે આઈપીએલ રમવા માટે ખૂબજ ઉત્સાહિત હતા પરંતુ કોરોના કારણે ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી. તેમણે કહ્યું, ઈન્ડિયન પ્રીમિયર લીગે ઇંગ્લેન્ડના ક્રિકેટરોને આગળ વધવા માટે ઘણી મદદ કરી છે. તેમનું કહેવું છે કે, ટી20 વર્લ્ડકપ બાદ ક્રિકેટ રમવા માટે સૌથી બેસ્ટ ટૂર્નામેન્ટ છે.


વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન આઈપીએલની બે ફ્રેન્ચાઈજી સાથે રમી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે 2016-17માં રમી ચૂકેલ બટલર વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સ સાથે રમ્યો હતો.

બટલરે કહ્યું કે, તેમાં કોઈ બે મત નથી કે જો ઈંગ્લિશ ક્રિકેટ આગળ વધી છે તો, તેના પાછળ આઈપીએલ છે. હું આ ટૂર્નામેન્ટ રમવા માંગતો હતો કારણ કે આ દુનિયાની બેસ્ટ ટૂર્નામેન્ટ છે. બટલરે વધુમાં કહ્યું કે, આઈપીએલની તમે કેટલીક મેચો જોશો તો તે ખૂબજ શાનદાર રહી છે. બેંગ્લોર ટૉપ 3 ટીમોમાંથી એક છે જેમાં વિરાટ, ડિવિલિયર્સ અને ગેલ છે, જ્યારે તેમની વિરુદ્ધ બુમરાહ, સ્ટેન અને મલિંગાને જોવામાં મજા જ કંઈક અલગ હોય છે.

તેમમે કહ્યું, હું શરૂઆતથી જ ફેન્ટસી ક્રિકેટ રમવા માંગતો હતો જેમાં તમામ ટીમો મિક્સ હોય. જેમ કે, કોહલી અને ડિવિલિયર્સ એક સાથે રમી રહ્યાં છે. બટલરે તેના માટે પીટરસનનો આભાર માન્યો કારણ કે પીટરસનના કારણે ઈંગ્લેન્ડના ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરુ કર્યું.