Ajit Agarkar and Shane Watson: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ જોવા મળ્યું હતું. હવે આ ખરાબ પ્રદર્શનને જોતા ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમના 2 આસિસ્ટન્ટ કોચનો કોન્ટ્રાક્ટનો અંત આણી દીધો છે. તેમાં એક નામ પૂર્વ ભારતીય ખેલાડી અજીત અગરકરનું છે જ્યારે બીજું નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસનનું છે.


દિલ્હી કેપિટલ્સના ખરાબ પ્રદર્શન બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, મુખ્ય કોચ રિકી પોન્ટિંગને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જો કે, ફ્રેન્ચાઇઝીના માલિકે ટ્વીટ કરીને તેના વતી સ્પષ્ટ કર્યું છે કે, પોન્ટિંગ આગામી સિઝનમાં પણ તેની જવાબદારી નિભાવતો જોવા મળશે.


ફ્રેન્ચાઇઝી તરફથી અજીત અગરકર અને શેન વોટસનથી અલગ થવાના સમાચાર ટ્વીટ દ્વારા આપવામાં આવ્યા હતા. આમાં તેણે લખ્યું છે કે, તમારી પાસે હંમેશા ઘરે બોલાવવાની જગ્યા હશે. અજીત અને વોટસન... તમારા યોગદાન બદલ આભાર. તમારા ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.


મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં અજીત અગરકરનું નામ આગળ


અજીત અગરકરની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય પસંદગીકારની રેસમાં તેનું નામ સૌથી આગળ છે. દિલ્હી કેપિટલ્સ ટીમથી અલગ થયા બાદ હવે આ વાતની શક્યતા ઘણી વધી ગઈ છે. BCCI દ્વારા આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 30 જૂન છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અજીત અગરકરે લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે ODI ફોર્મેટમાં મુખ્ય ઝડપી બોલરની ભૂમિકા ભજવી છે. અગરકરના નામે વનડેમાં 288 વિકેટ છે. જ્યારે તેણે ટેસ્ટમાં 58 વિકેટ લીધી છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 3 વિકેટ લીધી છે. વર્ષ 2007માં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ જીત્યો ત્યારે અગરકર પણ તે ટીમનો સભ્ય હતો.




WTC Final 2023: ટીમ ઈન્ડિયાની હાર માટે IPL કેટલી જવાબદાર? સિરાજ-શમી જેવા ખેલાડીઓને નહોતો મળ્યો આરામ


ICC ટ્રોફી જીતવાનું ભારતીય ટીમનું સપનું ફરી એક વાર અધૂરું રહી ગયું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની અંતિમ મેચમાં તેને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની આ હારનું સૌથી મોટું કારણ તૈયારીઓનો અભાવ હોવાનું કહેવાય છે. જેમાં ટીમના બે મુખ્ય ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આ મેચ પહેલા આરામ ન મળવાની વાત કહેવામાં આવી રહી છે. જેમાં બંને બોલર IPLની 16મી સિઝનમાં રમ્યા બાદ સીધા આ મેચમાં રમવા આવ્યા હતા.


https://t.me/abpasmitaofficial