World Cup 2023 Tickets price: આ વર્ષે વન ડે વર્લ્ડકપ ઘર આંગણે એટલે કે ભારતમાં રમવાનો છે. ક્રિકેટના ઘણા દિગ્ગજ આ કપ ભારત માટે ફાયદાકારક રહેશે તેમ કહી રહ્યા છે. ભારતે છેલ્લી વખત તેની ધરતી પર વર્ષ 2011માં ODI વર્લ્ડકપ રમ્યો હતો. 2011માં ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં જીત મેળવી હતી. ભારતમાં ક્રિકેટના ચાહકો મોટી સંખ્યામાં છે. મેદાન પર જઈને ક્રિકેટ મેચ જોવાના શોખીનો માટે સારા સમાચાર છે. મેચની ટિકિટનું વેચાણ ક્યારથી શરૂ થશે અને શું હશે તેનો ભાવ તેને લઈને ખુલાસો થયો છે. 

 

ટૂંક સમયમાં ટિકિટનું વેચાણ થશે શરૂ

 

વર્લ્ડકપમાં યોજાનારી મેચો માટે ટૂંક સમયમાં ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. ભારતમાં યોજાનારી તમામ મેચોમાં સ્ટેડિયમમાં ચાહકો મોટી સંખ્યામાં હાજર રહેશે. ખાસ કરીને ભારતની મેચો માટે ટિકિટ માટે ધસારો થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં યોજાનાર વર્લ્ડકપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

ટિકિટની કેટલી હશે કિંમત? 

 

દરેક મેચ માટે ટિકિટની કિંમત અલગ-અલગ હોઈ શકે છે. ટિકિટના ભાવની અસર સ્થળ અને ટીમ પર જોવા મળી શકે છે. મીડિયા અહેવાલોના આધારે ટિકિટની કિંમત 100 થી 50,000 રૂપિયા રહેવાની ધારણા છે. ICCએ હજુ સુધી ટિકિટના વેચાણની જાહેરાત કરવા માટે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

 

ક્યારે મળવા લાગશે ટિકિટ? 

 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડકપની ટિકિટોનું વેચાણ જુલાઈના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે. ચાહકો cricketworldcup.com પર જઈને સરળતાથી ટિકિટ ખરીદી શકે છે. ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

 

ચાહકો વર્લ્ડકપ માટે ઉત્સાહિત

 

લાંબા સમય બાદ ભારતમાં ICCની કોઈ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ચાહકો આ મેચો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચની અસર હવેથી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 ઓક્ટોબરના દિવસ માટે હોટલોમાં રૂમનું ભાડું આકાશે આંબ્યુ છે.


ICC વન-ડે વર્લ્ડકપ 2023ના સ્થળ પર વિવાદ, મોહાલી સહિત આ સ્ટેડિયમ લિસ્ટમાંથી થયા OUT, કોગ્રેસ નેતા શશિ થરૂરે શું કહ્યુ?


ICC એ 2023 ક્રિકેટ વર્લ્ડકપ શિડ્યૂલની જાહેરાત કરી છે. 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપ મેચમાં કુલ 48 મેચો 12 સ્થળો પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.


વર્લ્ડકપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત મેચ માટે 12 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. જે 12 સ્થળોએ મેચ રમાઈ છે તેને લઈને પણ નવો વિવાદ શરૂ થયો છે.


https://t.me/abpasmitaofficial