દુબઈઃ આઈપીએલની 13મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ સીઝનની શરૂઆતથી જ પોતાના ખેલાડીઓની ઈજાથી પરેશાન સીએસકેને વધુ એક મોટો ઝાટકો લાગી શકે છે. દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ઇજાગ્રસ્ત થયેલ ડ્વેન બ્રાવોનું હવે ટૂર્નામેન્ટમાં બાકીની મેચ રમવાનું હવે મુશ્કેલ જણાઈ રહ્યું છે. સીએસકેએ જોકે બ્રાવોનો રિલ્પેસમેન્ટ ન લેવાનો નિર્ણય કર્યો છે.


સામે આવેલ જાણકારી અનુસાર બ્રાવોની ઇજા ગંભીર છે અને તેને ઠીક થવામાં ઘણો સમય લાગી શકે છે. ટીમે કહ્યું કે, “અમને રિપોર્ટ મળ્યો નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે બ્રાવો જે રીતે ઇજાગ્રસ્ત થયો છે તેને ઠીક થવામાં હજુ ઘણાં સપ્તાહ લાગી શકે છે.”

સીએસકેના સીઈઓએ રિપ્લેસમેન્ટની ના પાડી દીધી છે. સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું કે, “આ સ્ટેજ પર રિપ્લેસમેન્ટ શક્ય નથી. કોરેન્ટાઈન સમયને કારણે કોઈપણ ખેલાડી માટે હાલમાં ટીમની સાથે જોડાવવું ખૂબ જ મુશ્કેલ છે. બ્રાવોના બહાર થા પર અમે રિપ્લેસમેન્ટ નહીં શોધીએ.”

જો સીએસકેની ટીમ તરત કોઈપણ ખેલાડીના રિલ્પેસમેન્ટની જાહેરત કરે છે તો તે કોરેન્ટાઈન પીરિયડને કારણે તે 25 ઓક્ટોબર પહેલા રમવા માટે ઉપલબ્ધ નહીં હોય.