ઇન્ડિયન પ્રીમિયર લીગ થોડા સમયમાં જ વિશ્વની પોપ્યુલર ક્રિકેટ લીગ બની ગઈ છે. બીસીસીઆઈએ હવે ફરી એક વખત લીગના વિસ્તરણની યોજના પર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. સામે આવેલ જાણકારી અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આગામી મહિને બે નવી ટીમની બોલાનું આયોજન કરી શકે છે. બીસીસીઆઈ પહેલા જ આઈપીએલમાં ટીમોની સંખ્યા 8થી 10 કરવાની જાહેરાત કરી ચૂકી છે.


ક્રિકેટબઝના અહેવાલ અનુસાર બીસીસીઆઈ ટૂંકમાં જ આઈપીએલમાં બે નવી ટીમ સામેલ કરવાની પ્રક્રિયા પૂરી કરવા માગે છે. બન્ને નવી ટીમ માટે બોલીનું આયોજન આગમી મહિને થઈ શકે છે. તેની સાથે જ આઈપીએલમાં નવી ટીમોમાં રસ દાખવનાર કંપનીઓ દ્વારા નવી ટીમ ખરીદવા માટેની કિંમતમનો અંદાજ પણ બહાર આવ્યો છે.


રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈપીએલની નવી ટીમ માટે બીસીસીઆઈ 1800 કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝ રાખી શકે છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર રાજસ્થાન રોયલ્સની કિંમત 1855 કરોડ રૂપિયા છે, જ્યારે આઈપીએલની સૌથી સફલ ટીમમાંથી એક એવી સીએસકીની વેલ્યૂ 2300 કરોડ રૂપિયા આસપાસ છે.


મુંબઈ ઇન્ડિયન્સની કિંમત સૌથી વધારે


આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની કિંમતની વચ્ચે અંદાજે 1000 કરોડ રૂપિયાનો તફાવત છે. મુંબઈ ઇન્ડિયન્સની કિંમત 2800 કરોડ રૂપિયા આસપાસ છે. રાજસ્થાન રોયલ્સ ઉપરાંત સનરાઈઝર્સ હૈદ્રાબાદની કિંમત પણ મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકીની તુલનામાં ઘણી ઓછી છે.


બાકીની ટીમોની કિંમતને જોતા બીસીસીઆઈ નવી ટીમ માટે 1800 કરોડ રૂપિયા બેસ પ્રાઈઝ રાખી શકે છે. બીસીસીઆઈ જોકે નવી ટીમની કિંમત 2500 કરોડ રૂપિયા સુધી જાવનો અંદાજ લગાવી રહ્યું છે. હરાજી જુલાઈમાં થવાનું કહેવામાં આવી રહ્યું છે.


આ વર્ષના અંતમાં બીસીસીઆઈ આઈપીએલ સાથે જોડાયેલ ખેલાડીઓની મેગા બોલીનું આયોજન કરાવવા જઈ રહી છે. આગામી વર્ષે આઈપીએલની મેચોની સંખ્યા પણ વધતી જોવા મળી શકે છે.


ભારત-શ્રીલંકા વચ્ચે ક્યારે રમાશે વનડે અને ટી20 સીરીઝ, જાણો કઇ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ......