Sri Lanka vs India 2021 Schedule: ભારતના શ્રીલંકા પ્રવાસ માટે 20 સભ્યોની ટીમ ઇન્ડિયા શ્રીલંકા પહોંચી ચૂકી છે. હાલ ટીમ ત્યાં ક્વૉરન્ટાઇન રહેશે અને બાદમાં વનડે અને ટી20 સીરીઝ રમશે, ભારતયી ટીમ શ્રીલંકામાં 13 થી 25 જુલાઇની વચ્ચે 3 વનડે અને 3 ટી20 મેચો રમશે. આ ટીમની આગેવાની ભારતીય અનુભવી ઓપનર શિખર ધવન કરી રહ્યો છે, અને ઉપકેપ્ટન તરીકે ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારને પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આ પ્રવાસમાં કૉચ તરીકેની જવાબદારી પૂર્વ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે. ભારતના આ પ્રવાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ સહિતના સીનિયર ખેલાડીઓ નથી કેમકે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત છે.
અનુભવી ખેલાડીઓ પર રહેશે વધુ જવાબદારી---
અનુભવી ચહેરામાં હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને મનિષ પાંડે સામેલ છે. ટીમ ખુબ સંતુલિત દેખાઇ રહી છે. જોકે અનુભવી ખેલાડીઓ પર સારા પ્રદર્શનનુ વધુ દબાણ રહેશે. વળી, યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી ઉંડી છાપ છોડવા માંગશે.
ભારતીય ટીમ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાજ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.
નેટ બૉલર તરીકે ટીમમાં સામેલ ખેલાડીઓ-
ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરજીત સિંહ.
ભારત અને શ્રીલંકા મેચોનુ શિડ્યૂલ ટાઇમ-
13 જુલાઇ, પ્રથમ વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે.
16 જુલાઇ, બીજી વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે.
18 જુલાઇ, ત્રીજી વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે.
ટી20 સીરીઝ --
21 જુલાઇ, પ્રથમ ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે.
23 જુલાઇ, બીજી ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે.
25 જુલાઇ, ત્રીજી ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે.
અહીં જુઓ ભારત અને શ્રીલંકા મેચનુ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ----
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચોનુ લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે ઓનલાઇન સ્ટ્રીમિંગ સોની લિવ એપ (Sony LIV app) પર ઉપલબ્ધ થશે.