Rest of India vs MP, Sarfaraz Khan: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં સરફરાજ ખાનને ટીમમાં જગ્યા ન હતી મળી, જોકે, એવું માનવામાં આવી રહ્યુ હતુ કે, બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં છેલ્લી બે ટેસ્ટ મેચોમાં કદાચ સરફરાજ ખાનને તક મળી શકે છે. જોકે, તેની પસંદગી ના થઇ. પરંતુ હવે પસંદગીકરારોએ તેને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. હવે ઇરાણી કપ માટે મુંબઇના આ ખેલાડીને નથી પસંદ કરવામાં આવ્યો. આ પછી સોશ્યલ મીડિયા પર ફેન્સ જબરદસ્ત ગુસ્સે ભરાયા છે, અને જુદા જુદા રિએક્શન્સ આપી રહ્યા છે. જુઓ... 


સોશ્યલ મીડિયા પર ભડક્યા ફેન્સ - 
ખરેખરમાં, આંકડા બતાવે છે કે ઘરેલુ ક્રિકેટમાં સરફરાજ ખાનનું પ્રદર્શન જોરદાર અને કાબિલે તારીફ રહ્યું છે. આ ઉપરાંત રણજી ટ્રૉફી 2023 સિઝનમાં પણ સરફરાજ ખાને જબરદસ્ત બેટિંગ કરી છે. મુંબઇના આ યુવા બેટ્સમેને 556 રન ફટકારી દીધા છે. રણજી ટ્રૉફી 2023 સિઝનમાં સરફરાજ ખાનની એવરેજ 90 થી વધુની રહી છે. વળી, સરફરાજ ખાને 2019-20 સિઝનમાં અત્યાર સુધી 26 મેચો રમી છે. આ 26 મેચોમાં સરફરાજ ખાને 12 સદી અને 7 ફિફ્ટી ફટકારી છે. વળી, મુંબઇના આ ખેલાડીએ 26 મેચોમાં 2970 રન બનાવ્યા છે. 


ઇરાણી ટ્રૉફી માટે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ - 
મયંક અગ્રવાલ, સુદીપ કુમાર ઘરામી, યશસ્વી જાયસ્વાલ, અભિમન્યૂ ઇશ્વરન, હાર્વિક દેસાઇ, મુકેશ કુમાર, અતીત સેઠ, ચેતન સાકરિયા, નવદીપ સૈની, ઉપેન્દ્ર યાદવ, મયંક માર્કન્ડે, સૌરભ કુમાર, આકાશ દીપ, બાબા ઇન્દ્રજીત, પુલકીત નારંગ, યશ ઢુલ.


ઇરાણી ટ્રૉફી માટે મધ્ય પ્રદેશની ટીમ - 
રજત પાટીદાર, યશ ઢુલ, હિમાન્શુ મંત્રી, હર્ષ ગવલી, શુભમ શર્મા, વેન્કેટેશ અય્યર, અક્ષત રઘુવંશી, અમન સોલંકી, કુમાર કાર્તિકેય, સારાંશ જૈન, આવેશ ખાન, અંકિત કુશવાહ, ગૌરવ યાદવ, અનુભવ અગ્રવાલ, મિહીર હિરવાણી.