Women's T20 World Cup 2023 Final: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ખિતાબી જંગ જામશે, આજે સાંજે 6.30 વાગ્યાથી કેપ ટાઉનના ગ્રાઉન્ડમાં બન્ને ટીમો ચેમ્પીયન બનવા ટકરાશે. સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે, તો ઓસ્ટ્રેલિયા 7 વારનુ ચેમ્પીયન છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્લ્ડકપમાં અજેય રહી છે, તેને એક પણ મેચમાં હારનો સામનો નથી કરવો પડ્યો, તો વળી, આફ્રિકન ટીમે નેટ રનરેટના આધાર પર સેમિ ફાઇનલમાં પહોંચી અને બાદમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ પાક્કી કરી ચૂકી છે. અહીં જાણો આજેની મેચમાં કઇ ટીમ કોના પર પડી શકે છે ભારે, બન્ને ટીમો વચ્ચે કેવા છે ટી20 ક્રિકેટમાં હાર જીતના આંકડા..... 


ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ઓસ્ટ્રેલિયા અને સાઉથા મહિલા ટીમના ટી20માં હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો, બન્ને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 6 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમાઇ છે, આ તમામ ટી20 મેચોમાં કાંગારુઓનો દબદબો રહ્યો છે, એટલે કે એકપણ મેચમાં સાઉથ આફ્રિકાને જીત નથી મળી, તમામ મેચો ઓસ્ટ્રેલિયાએ જીતી છે. બન્ને વચ્ચેનો હેડ ટૂ હેડ રેકોર્ડ 6-0નો રહ્યો છે. જો સાઉથ આફ્રિકાને ખિતાબ જીતવો હશે તો આજે ઇતિહાસ રચવો પડશે, જો આજે સાઉથ આફ્રિકન મહિલા ટીમ ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી દે છે, તો મહિલા ટી20માં ચેમ્પીયન બનવા સાથે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ ટી20 જીત નોંધાવશે.


આજની મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતેના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. હેડ ટૂ હેડ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો ટી20માં સાઉથ આફ્રિકન મહિલા ટીમ પર ભારે દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ સેમિ ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાએ મોટો ઉલટફેર કરીને ઇંગ્લિશ મહિલા ટીમે હાર આપી હતી, આવી જ રીતે ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટો ઉલટફેર થઇ શકે છે. જો આવુ બનશે તો સાઉથ આફ્રિકા પહેલીવાર કોઇ આઇસીસી ટ્રૉફી જીતવામાં સફળ થશે.