વડોદરાઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે 35 વર્ષની ઉંમરે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 19 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી ચૂકેલા ઇરફાન પઠાણે એક મોટો ખુલાસો કર્યો છે, તેને પોતાની ક્રિકેટ ઇચ્છાઓને કેટલીક વાતોને છતી કરી છે.
35 વર્ષીય ઇરફાન પઠાણે શનિવારે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ કહ્યું કે, તેને સન્યાસ તો લઇ લીધો પણ તેને વાપસીને સમય ના મળ્યો.
ઇરફાને પોતાની ઇચ્છાને ટાંકીને કહ્યું કે, લોકો27-28 વર્ષની ઉંમરે ક્રિકેટમાં ડેબ્યૂ કરી છે, ક્રિકેટ કેરિયરની શરૂઆત કરે છે, પણ મારી ક્રિકેટ કેરિયર 27-28 વર્ષની ઉંમરે જ ખતમ થઇ ગઇ હતી. મને ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો મોકો ના મળ્યો, મારી ઇચ્છા હતી કે વાપસી કરીને ફરીથી ક્રિકેટ રમુ પણ તે પુરુ થઇ શકી નહીં. આ વાતનો મને અફસોસ હંમેશા રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન પઠાણે 19 વર્ષની ઉંમરે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને તેને વર્ષ 2012માં શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી ટી20 મેચ રમી હતી.
ઇરફાને કહ્યું કે, મને મોકો ના મળ્યો તે વાતનો મને ઘણો અફસોસ છે, જ્યારે હું 27 વર્ષનો હતો ત્યારે મેં 301 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી લીધી હતી. હું વાપસી કરીને 500-600 વિકેટ ઝડપવાની અને વધુ રન બનાવવાની આશા રાખતો હતો.
મેં વર્ષ 2016માં જ ભારતીય ટીમમાં વાપસી કરવાના વિચારને માંડી વાળ્યો હતો, કેમકે ત્યારે મે મુશ્તાક અલી ટ્રૉફીમાં સર્વાધિક રન બનાવ્યા, અને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે પ્રદર્શન કર્યુ હતુ, જોકે, આમ કરવા છતાં મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ ન હતી. ટીમ પસંદગીકારો મારી બૉલિંગથી નાખુશ હતા.
નોંધનીય છે કે પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ છેલ્લા 24 મહિનાથી ક્રિકેટ કૉમેન્ટ્રી સાથે જાડાયેલો છે.
ઇરફાન પઠાણ ભારત તરફથી 29 ટેસ્ટ, 120 વનડે અને 24 T20 મેચ રમ્યો છે