વિરાટ કોહલીના ફેને જૂના મોબાઇલમાંથી બનાવ્યું પોટ્રેટ, જુઓ વીડિયો
abpasmita.in | 05 Jan 2020 12:39 PM (IST)
કોહલી આ પ્રોટેટ જઈને પ્રભાવિત થયો હતો અને તેને ઑટોગ્રાફ પણ આપ્યો હતો.
ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝનો પ્રારંભ 5 જાન્યુઆરીથી થવાનો છે. ગુવાહાટીના બરસારા ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો ત્રણ મેચ પૈકીની પ્રથમ ટી20 રમશે. ત્યારે આ મેચ પહેલી વિરાટ કોહલીના એક પ્રશંસકે જૂના મોબાઈલ ફોનથી બનાવેલ પ્રોટ્રેટ ગિફ્ટ કરી હતી. જેને જોઈને કોહલી પણ દંગ રહી ગયો હતો. રાહુલ પારેકના પ્રશંસકે મોબાઈલ ફોન અને તારનો ઉપયોગ કરીને આ પોટ્રેટ તૈયાર કર્યું હતું અને તેને બનાવવામાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. કોહલી આ પ્રોટેટ જઈને પ્રભાવિત થયો હતો અને તેને ઑટોગ્રાફ પણ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોહલી અને આ ફેન્સ વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.