નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન હૈદરાબાદ માટે ખાસ કરી કેમકે હૈદરબાદનો બૉલર નટરાજન આ વખતે આઇપીએલમાં યોર્કર કિંગ બનીને ઉભર્યો છે. નટરાજને આ વખતે યોર્કર ફેંકવામાં બુમરાહ અને બૉલ્ટને પણ પાછળ પાડી દીધા છે. નટરાજનના યોર્કર પર પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણ પણ ફીદા થયો છે. તેને એક ટ્વીટ કરીને નટરાજન માટે આશ્ચર્ચ વ્યક્ત કર્યુ છે.


ટી નટરાજનના યોર્કર ફેંકવાની કલા જોઇને પઠાણે લખ્યું- એવો અનકેપ્ડ બૉલર નથી જોયો જે નટરાજનની જેમ યોર્કર ફેંકતો હોય.



ખાસ વાત છે કે ટી નટરાજનના શાનદાર યોર્કર અને પ્રદર્શનના કારણે તેની ટીમ ઇન્ડિયામાં સિલેક્શનની માંગ પણ ઉઠી રહી છે. ક્રિકેટ એક્સપર્ટ્સનુ માનવુ છે કે નટરાજન પોતાના યોર્કર ફેંકવાની ક્ષમતાના કારણે બુમરાહની સાથે મળીને ટીમ ઇન્ડિયા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હી કેપિટલ્સના હાથે ક્વૉલિયરમાં હાર મળી, આ સાથે તેનો સફર પુરો થઇ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે માર્શ, ભુવનેશ્વર અને સાહા જેવા સ્ટાર ખેલાડીઓને ઇજા થવા છતાં, ક્વૉલિફાયર સુધી પહોંચાડવામાં કોઇએ કસર ના છોડી. ખાસ કરીને હૈદરાબાદને અહીં સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી ટી નરટારજનનો મોટો ફાળો રહ્યો, અને આ સિઝનમાં નવો ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બનીને ઉભર્યો.

ફાઇલ તસવીર

ટી નટરાજને કમાલની બૉલિંગ કરતાં 16 મેચોમાં 8.19ની ઇકોનોની રેટની સાથે 16 વિકેટ મેળવી છે. ટી નટરાજનનુ આ પરફોર્મન્સ બે કારણે ખાસ છે. એક તો તે ઇજાના કારણે બે વર્ષ બાદ આઇપીએલ રમી રહ્યો હતો, અને બીજુ તેને ડેથ ઓવરોમાં એકલા હાથે હૈદરાબાદની બૉલિંગની જવાબદારી સંભાળી, આ દરમિયાન તેને 8.19ની ઇકોનોમી રેટથી બૉલિંગ કરી છે.

આઇપીએલની પોતાની બીજી સિઝનમાં જ ટી નટરાજન યોર્કર કિંગ બનીને ઉભર્યો, નટરાજને આઇપીએલની 13 મી સિઝનમાં સૌથી વધુ 54 યોર્કર બૉલ ફેંક્યા છે. આ મામલામાં બીજા નંબર પર જેસન હૉલ્ડર છે, જેને 25 યોર્કર બૉલ ફેંક્યા અને 22 યોર્કર સાથે ત્રીજા નંબર પર બૉલ્ટ છે.