અમદાવાદઃ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા મહેમાન ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં વાપસી કરતા 1-1ની બરોબરી કરી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
પ્રથમ મેચમાં 1 રન બનાવનાર કેએલ રાહુલ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. રાહુલ પ્રથમ ઓવરમાં શૂન્ય રન પર સેમ કરનનો શિકાર બન્યો હતો. તેણે 6 બોલનો સામનો કર્યો હતો.
ઈશાન કિશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પર્દાપણ કર્યુ છે. ઈશાન કિશન ડેબ્યુમાં ફિફ્ટી ફટકારી, પ્રથમ મેચમાં સૌથી વધુ સિક્સ બનાવવાનો રેકોર્ડ બન્યો આ ઉપરાંત પહેલી મેચમાં જ મેન ઓફ ધ મેચ બનાવવાનો રેકોર્ડ પણ ઝારખંડના આ ખેલાડીએ પોતાના નામે કર્યો છે. ઈશાન કિશને ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન ફટાકારનાર ખેલાડીની યાદીમાં પણ આવી ગયો છે. આ ઉપરાંત ઈશાંત કિશને T-20માં સૌથી યંગેસ્ટ ઓપનર ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન બનાવ્યું છે. તેણે રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તે 32 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 56 રન બનાવી આઉટ થયો હતો.
ઈશાન કિશને વધુ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે. તેણે કુલ રનના 78.57% રન બાઉન્ડરી દ્વારા બનાવ્યા.
કિશનની શાનદાર બેટિંગના કારણે શિખ ધવન માટે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવું અઘરું બનશે. હજુ રોહિત શર્મા ટીમની બહાર છે અને કે.એલ. રાહુલ સારું નથી રમતો. આ સંજોગોમાં ટીમ મેનેજમેન્ટ રાહુલને સ્થાને રોહિત શર્માને સમાવીને શર્મા અને ઈશાન કિશનની જોડીને ઓપનિંગમાં તક આપે એવી પૂરી શક્યતા છે.