Virat Kohli & BCCI: ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની પ્રવાસે છે. ત્યારે આજે ઈંગ્લેન્ડ સામેની ત્રણ T20 મેચોની સિરીઝની આજથી શરુઆત થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા પાસે હશે. આ પહેલાં રમાયેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા કોરોના પોઝિટીવ હોવાથી નહોતો રમી શક્યો.


'વેસ્ટઈન્ડીઝ સિરીઝ માટે મારી પસંદગી ના થાય'
ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે ટી20 અને વન ડે મેચોની સિરીઝ રમશે. પરંતુ એ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ પસંદગી કર્તાઓને અનુરોધ કર્યો છે કે, વેસ્ટઈન્ડીઝ સામેની સિરીઝ માટે તેને ભારતીય ટીમમાં ના લેવામાં આવે. ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે વનડે અને ટી20 મેચોની સિરીઝ રમશે, વન ડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન શિખર ધવનની પાસે રહેશે.


વિરાટ કોહલીએ સિલેક્ટર્સ સાથે વાત કરીઃ
હાલ ઈંગ્લેન્ડ સામેની ટી20 રમી રહેલી ભારતીય ટીમ આ પછી વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પરંતુ તે પહેલાં વિરાટ કોહલીના ટીમમાં સ્થાન અંગે મોટું અપડેટ આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નહી હોય. ત્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે, ખુદ વિરાટ કોહલીએ ટીમ સિલેક્ટર્સ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે, તે આ સિરીઝમાં રમવા નથી ઈચ્છતો, જેથી તેને ટીમમાં પસંદ ના કરાય.


આ પણ વાંચોઃ


UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...


Watch : PM મોદી બાળકને સંસ્કૃતમાં બોલતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ!, બાળકે ઢોલ વગાડીને કરી દીધા ખુશ