Ravindra Jadeja Injury: રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી જાડેજાને ઘૂંટણની ઈજાને કારણે આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું હતું. આ પહેલા સોમવારે બીસીસીઆઈએ ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે રવિન્દ્ર જાડેજાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. રવિન્દ્ર જાડેજા એશિયા કપની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તે પછી ઈજાના કારણે તે રમી શક્યો ન હતો.


ટીમ બોન્ડિંગ એક્ટિવિટી દરમિયાન જાડેજા ઈજાગ્રસ્ત થયો


મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ બોન્ડિંગ એક્ટિવિટી દરમિયાન રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન જાડેજાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પછી ભારતીય ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એક એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન રવિન્દ્ર જાડેજાએ સ્કી બોર્ડ પર પોતાનું બેલેન્સ કરવાનું હતું, પરંતુ જાડેજા બેલેન્સ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. મહત્વનું છે કે, આ એક્ટિવિટી ટ્રેનિંગ મેન્યુઅલનો ભાગ ન હતી.


રવિન્દ્ર જાડેજાએ ફોટો શેર કરીને આ વાત કહી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિન્દ્ર જાડેજા એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન ઘાયલ થયો હતો, આ એક્ટિવિટી ટ્રેનિંગ મેન્યુઅલનો ભાગ નહોતી, આ સિવાય એડવેન્ચર એક્ટિવિટી બિલકુલ બિનજરૂરી હતી. જો કે, આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના ઘૂંટણ વળી ગયું, જેના પછી આ રવિન્દ્ર જાડેજાને સર્જરી કરાવવી પડી. હવે જાડેજાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે ક્રેચના સહારે ચાલવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ તેણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, 'એક સમયે એક જ પગલું.'






આ પણ વાંચો...


નહી તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?


Robin Uthappa Retirement: ભારતના બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી