James Anderson On Stuart Broad: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની આ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન તેની ટીમના સાથી સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરી રહ્યો છે.



સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતી વખતે જેમ્સ એન્ડરસન રડી પડ્યો


જેમ્સ એન્ડરસન પોતાના સાથી ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન જેમ્સ એન્ડરસનની આંખોમાં આંસુ આવી ગયા. આ વીડિયોમાં જેમ્સ એન્ડરસન સ્ટુઅર્ટ બ્રોડ સાથે લાંબા સમય સુધી રમવાનો પોતાનો અનુભવ શેર કરી રહ્યો છે. જો કે જેમ્સ એન્ડરસનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.






શું ઈંગ્લેન્ડના બોલરો પાંચમા દિવસે અજાયબી કરી શકશે ?


ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઓવલ ટેસ્ટના ચોથા દિવસની રમત વરસાદને કારણે વહેલી સમાપ્ત કરવી પડી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 135 રન છે. ડેવિડ વોર્નર 99 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ઉસ્માન ખ્વાજા 130 બોલમાં 69 રન બનાવીને ક્રિઝ પર છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટ જીતવા માટે 384 રનનો ટાર્ગેટ છે. જોકે, ઇંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચમાં પોતાના અનુભવી બોલર સ્ટુઅર્ટ બ્રોડને જીત અપાવવા માંગશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રેણી 3-1થી પોતાના નામે કરવા ઈચ્છશે.   


ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે. બ્રોડની આ છેલ્લી મેચ છે. બ્રોડની નિવૃત્તિને લઈને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે એક ખાસ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવાની સાથે તેણે રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. બ્રોડને નિવૃત્તિના અવસર પર અભિનંદન આપતા યુવરાજે તેને એક મહાન ક્રિકેટરનો દરજ્જો આપ્યો છે.