ગોવાહાટીઃ ભારતીય ટીમ આજે ગોવાહાટીના મેદાન પર શ્રીલંકા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશે. આ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. વાપસીને લઇને બુમરાહે પણ હૂંકાર ભરતા કહ્યું કે તે ફરીથી મેદાન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.


શ્રીલંકા સામેની પ્રથમ ટી20 મેચ પહેલા બુમરાહે બીસીસીઆઇ ડૉટ કૉમને ટીવીને કહ્યું કે, મારા માટે વાપસી કરવી ગૌરવની વાત છે, ચાર મહિના બાદ હું ઇજાગ્રસ્ત થઇને ટીમની બહાર રહ્યો, મને ઘણુબધુ શીખવા મળ્યુ. જોકે, હજુ પણ હુ ક્રિકેટનો ભુખ્યો છું અને શ્રીલંકા સામે હું મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છુ. મેં ચાર મહિના સુધી મારી જાતને મજબૂત કરવાનુ કામ કર્યુ છે. મારા માટે એક દિવસ પણ ક્રિકેટથી દુર રહેવુ સહન ન થયુ.



બુમરાહે કહ્યું કે જ્યારે તમે ટેસ્ટ, ટી20 અને વનડે ક્રિકેટમાં સતત રમી રહ્યાં હોવ છો, ત્યારે તમારી ફિટનેસ હંમેશા નીચે જતી જાય છે. તમારી સ્ટ્રેન્થ ઓછી થઇ જાય છે. હું મારા સ્ટ્રેન્થને મજબૂત કરવા પર કામ કરી રહ્યો હતો. દરેક ખેલાડીને યોગ્ય સમયે બ્રેક લેવી જરૂરી હોય છે.



બુમરાહે કહ્યું કે હુ તરોતાજા થઇને વાપસી કરી રહ્યો છુ, હું માત્ર એક સમયે એક જ મેચ પર ધ્યાન આપી રહ્યો છું.