મિડલ ઓર્ડરમાં કોને મળશે મોકો
શિખર ધવન અને લોકેશ રાહુલ ઓપનિંગ કરશે તેમાં કોઈ શંકા નથી. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા નંબર પર શ્રેયસ ઐયર, પાંચમા નંબર પર રિષભ પંત બેટિંગ કરશે. છ્ઠા નંબર પર રવિન્દ્ર જાડેજા, સાતમા નંબર પર શિવમ દુબે/શાર્દુલ ઠાકુર બેમાંથી એકની પસંદગી થઈ શકે છે.
લૉઅર ઓર્ડરમાં આ ખેલાડીને મળી શકે છે તક
આઠમા નંબર પર કુલદીપ યાદવ, નવમા નંબર પર વોશિંગ્ટન સુંદર, 10મા ક્રમ પર જસપ્રીત બુમરાહ અને 11માં ક્રમ પર નવદીપ સૈનીને ટીમમાં સ્થાન મળી શકે છે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને શ્રીલંકાની ટીમ 22 મહિના બાદ પ્રથમ વખત T20 ક્રિકેટમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમય પ્રમાણે, જ્યારે 6.30 કલાકે ટૉસ થશે, જ્યારે 7.00 કલાકે મેચ શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.
શ્રીલંકા સામે T20 સીરિઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયર ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર
IND v SL: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ગુવાહાટીમાં શ્રીલંકા સામે T20 મેચ રમવા મેદાન પર ઉતરતાં જ ભારતના નામે નોંધાશે આ રેકોર્ડ, માત્ર પાકિસ્તાન જ છે આગળ
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ