IND vs AUS Sydney Test:   જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો ઘાતક બોલર છે. વર્તમાન બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં તેણે અદ્દભૂત પ્રદર્શન કર્યું છે. આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહ હાલમાં ટોપ પર છે. હવે તેની પાસે એક મોટો રેકોર્ડ તોડવાની તક છે. બુમરાહ ભારત માટે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની શકે છે. પરંતુ આ માટે તેણે ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.


હાલમાં કમિન્સ અને બુમરાહ વચ્ચે 10 વિકેટનું અંતર છે


બુમરાહે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની 4 મેચમાં 30 વિકેટ લીધી છે. સિરીઝમાં વિકેટ લેવાના મામલે તે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાનો બોલર પેટ કમિન્સ બીજા નંબર પર છે. હાલમાં કમિન્સ અને બુમરાહ વચ્ચે 10 વિકેટનું અંતર છે. કમિન્સે 4 મેચમાં 20 વિકેટ લીધી છે. જ્યારે મોહમ્મદ સિરાજે 16 વિકેટ લીધી છે. હવે બુમરાહ ઈતિહાસ રચવાની નજીક છે.


બુમરાહ તોડી શકે છે સિરીઝમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ 


વાસ્તવમાં, ભારત તરફથી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બીએસ ચંદ્રશેખરના નામે છે. તેણે 1972-73માં રમાયેલી 5 મેચની શ્રેણીમાં 35 વિકેટ ઝડપી હતી. વિનુ માંકડ અને સુભાષ ગુપ્તે આ યાદીમાં બીજા સ્થાને છે. બંનેએ 34-34 વિકેટ લીધી હતી. હવે બુમરાહ આ બધાને પાછળ છોડી શકે છે. આ માટે બુમરાહે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં 6 વિકેટ લેવી પડશે. જો બુમરાહ 6 વિકેટ લેશે તો તે 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે.


ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર -


બીએસ ચંદ્રશેખર – 5 ટેસ્ટમાં 35 વિકેટ, ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ, 1972-73
વિનુ માંકડ – 5 ટેસ્ટમાં 34 વિકેટ, ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ, 1951-52
સુભાષ ગુપ્તે – 5 ટેસ્ટમાં 34 વિકેટ, ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ, 1955-56
કપિલ દેવ - 6 ટેસ્ટમાં 32 વિકેટ, પાકિસ્તાનનો ભારત પ્રવાસ, 1979-80
હરભજન સિંહ – 3 ટેસ્ટમાં 32 વિકેટ, ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ, 2000-01
રવિચંદ્રન અશ્વિન – 4 ટેસ્ટમાં 32 વિકેટ, ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ, 2020-21
બિશન સિંહ બેદી – 5 ટેસ્ટમાં 31 વિકેટ, ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, 1977-78
રવિચંદ્રન અશ્વિન – 4 ટેસ્ટમાં 31 વિકેટ, દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ, 2015-16
જસપ્રીત બુમરાહ – 4 ટેસ્ટમાં 30 વિકેટ, ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, 2024-25


આ પણ વાંચો....


IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો