Jasprit Bumrah:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે.


 






જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની તરફથી ઘાતક બોલિંગ જોવા મળી રહી છે. બાંગ્લાદેશના બેટ્સમેનો જસ્સીના બોલને બરાબર સમજી શક્ય નહોતા.


ઈશાંત અને શમી બાદ આ સિદ્ધિ મેળવી 
જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં તેણે 6.5 ઓવરના સ્પેલમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી છે. તેણે શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ અને હસન મહમૂદને નિશાન બનાવીને ઈતિહાસ રચ્યો છે.


ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.


ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 376 રન બનાવીને ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ દાવમાં 22 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર આકાશ દીપે બાંગ્લાદેશને માત આપી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને પણ લંચ બ્રેક સુધી સફળતા મળી હતી. લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 9 ઓવરમાં 26 રન બનાવ્યા હતા.


બાંગ્લાદેશની પ્રથમ વિકેટ શાદમાન ઈસ્લામના રૂપમાં પડી હતી. તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહે તેને શિકાર બનાવ્યો હતો. બાંગ્લાદેશની બીજી વિકેટ ઝાકિર હસનના રૂપમાં પડી. ભારત તરફથી આકાશ દીપ ઇનિંગ્સની નવમી ઓવર ફેંકી રહ્યો હતો. ઝાકિર તેની ઓવરના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ઝાકિર માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બીજા જ બોલ પર મોમિનુલ હક આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને આઉટ થઈ ગયો હતો. 


આ પણ વાંચો...


IPL 2025: રાજસ્થાન રોયલ્સને મળ્યો નવો બેટિંગ કોચ, રાહુલ દ્રવિડ સાથે મળીને ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન