IND vs BAN 1st Test Chennai: ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 376 રન બનાવીને ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ દાવમાં 22 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર આકાશ દીપે બાંગ્લાદેશને માત આપી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને પણ લંચ બ્રેક સુધી સફળતા મળી હતી. લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 9 ઓવરમાં 26 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશની પ્રથમ વિકેટ શાદમાન ઈસ્લામના રૂપમાં પડી હતી. તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહે તેને શિકાર બનાવ્યો હતો. બાંગ્લાદેશની બીજી વિકેટ ઝાકિર હસનના રૂપમાં પડી. ભારત તરફથી આકાશ દીપ ઇનિંગ્સની નવમી ઓવર ફેંકી રહ્યો હતો. ઝાકિર તેની ઓવરના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ઝાકિર માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બીજા જ બોલ પર મોમિનુલ હક આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને આઉટ થઈ ગયો હતો.
આકાશ દીપે 2 ઓવરમાં 5 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
BCCIએ આકાશ દીપની બોલિંગનો વીડિયો પણ શેર કર્યો છે. આકાશ દીપ વિકેટ લીધા બાદ રસપ્રદ રીતે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક સુધી તેણે માત્ર 2 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 5 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 6 રન આપ્યા હતા અને 1 મેડન ઓવર લીધી હતી.
અશ્વિનની સદી, જાડેજાનું જોરદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયા માટે અશ્વિને સદી ફટકારી હતી. તેણે 133 બોલનો સામનો કર્યો અને 113 રન બનાવ્યા. અશ્વિનની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજાએ 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 124 બોલનો સામનો કરીને તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 56 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ભારતે ઓલઆઉટ થતાં સુધીમાં 376 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : Ricky Ponting: પંજાબ કિંગ્સના હેડ કોચ બન્યા રિકી પોન્ટિંગ, IPL 2025માં કેટલો મળશે પગાર?