પરંતુ હવે સોશ્યલ મીડિયા યૂઝર્સે બન્નેના લગ્ન થશે તે વાત માની લીધી છે, કેમકે સાઉથ એક્ટ્રેસ અનુપમાએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ લખ્યું કે તે દ્વારકા માટે ઉડાન ભરી રહી છે. ખાસ વાત છે કે દ્વારકા ગુજરાતમાં છે, અને તે બુમરાહના હૉમટાઉન અમદાવાદની નજીક પણ આવેલુ છે, જેથી બુમરાહનુ લગ્ન દ્વારકામાં થશે તે વાતે પણ જોર પકડ્યુ છે.
બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો પણ થોડા સમય પહેલાં બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું હતું. બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ હતી કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરતો હતો તેથી બંનેના અફેરની વાતો ચાલી હતી. બૂમરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી હતી. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં. ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે તેથી બંને વચ્ચે અફેર હોવાની વાતો ચાલી હતી. અલબત્ત બૂમરાહ અનુપમા સાથે લગ્ન કરવાનો છે એ વાતને કોઈ રીતે સમર્થન નથી મળતું.
અનુપમા પરમેશ્વરન એક પૉપ્યૂલર સાઉથ એક્ટ્રેસ છે, તેને તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને વર્ષ 2015માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રેમમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ.