અમદાવાદઃ ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 3-1થી જીતી લીધી છે. આ શ્રેણીમાં ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું મહત્વપૂર્ણ યોગદાન છે. અશ્વિને આ સીરિઝમાં 32 વિકેટ ઝડપીને દરેક ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.

આ શાનદાર દેખાવ માટે અશ્વિનને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ અપાયો છે. અશ્વિને તેની કારકિર્દીમાં કુલ આઠમી વખત પ્લેયર ઓફ ધ સિરીઝ બનવાની સિધ્ધિ મેળવી છે. ભારત તરફથી સૌથી વધુ વાર મેન ઓફ ધ સીરિઝ બનવાનો રેકોર્ડ તેના નામે છે.

આ મામલે તેનાથી આગળ શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન અને દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ છે. મુરલીધરન 11 વખત અને જેક કાલીસ 9 વખત આ સિધ્ધિ મેળવીને મેન ઓફ ધ સીરિઝ બની ચૂક્યા છે. શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન અને દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. બીજી તકફ અશ્વિન ફુલ ફોર્મમાં ભારત તરફથી રમે છે તેથી અશ્વિન માટે આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે.

(પ્રતિકાત્મક તસવીર)