Jasprit Bumrah record : જસપ્રિત બુમરાહે (jasprit bumrah)તેની ટેસ્ટ કારકિર્દીમાં વધુ એક ચમત્કાર કર્યો છે. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતનો બીજો ઝડપી બોલર બની ગયો છે. આ કારનામુ કરીને બુમરાહે ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો છે. ઝહીરે વર્ષ 2002માં ટેસ્ટમાં કુલ 51 વિકેટ લીધી હતી. આ વર્ષે બુમરાહે 52* વિકેટ લીધી છે. એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ (ભારત માટે પેસ બોલરો દ્વારા વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ) કપિલ દેવના નામે છે. કપિલ દેવે વર્ષ 1983માં 75 અને વર્ષ 1979માં 74 વિકેટ ઝડપી હતી.
તમને જણાવી દઈએ કે ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર ડેનિસ લિલી છે, ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીએ વર્ષ 1981માં 85 વિકેટ લીધી હતી. આ સાથે જ એલન ડોનાલ્ડ 1998માં 80 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝના જોએલ ગાર્નરનું નામ આવે છે. જોએલ ગાર્નરે વર્ષ 1984માં 79 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. તે પછી કપિલ દેવનું નામ આવે છે. કપિલ દેવે વર્ષ 1983માં 75 વિકેટ લીધી હતી.
એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ઝડપી બોલર
75 - કપિલ દેવ (1983)74 - કપિલ દેવ (1979)52 - બુમરાહ (2024)*51 - ઝહીર (2002)48 - બુમરાહ (2018)47 - ઝહીર (2010)47 - શમી (2018)
એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ફાસ્ટ બોલરો
85 વિકેટ- ડેનિસ લિલી, 198180 વિકેટ - એલન ડોનાલ્ડ, 199879 વિકેટ- જોએલ ગાર્નર, 198475 વિકેટ - કપિલ દેવ, 1983
તમને જણાવી દઈએ કે બુમરાહ વર્ષ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. બુમરાહે આ વર્ષે અત્યાર સુધીમાં 52 ટેસ્ટ વિકેટ લીધી છે. એડિલેડ ટેસ્ટ મેચમાં બુમરાહ પોતાની બોલિંગથી પોતાનો જાદુ બતાવીને કાંગારૂ બેટ્સમેનોને ગંભીરતાથી લઈ રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે બીજા દિવસે ઓલઆઉટ થતાં સુધી પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા.
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ ગઈ છે. કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ મેળવી લીધી છે, જેમાં ટ્રેવિસ હેડનું મોટું યોગદાન હતું. હેડે ઝડપથી સ્કોર કર્યો અને 140 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવ દરમિયાન જસપ્રિત બુમરાહ અને સિરાજા 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી.
Jasprit Bumrah Injury: બુમરાહ ઈજાગ્રસ્ત થયો ? એડિલેડ ટેસ્ટમાં વધવાનું છે ટીમ ઈન્ડિયાનું ટેન્શન