ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ઈનિંગમાં)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (29), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે.


ત્રણ વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર બુમરાહ ટીમ ઈન્ડિયાના સૌથી શાનદરા બોલર છે. ચોથી ટેસ્ટ મેચની શરુઆતમાં જ બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.




બુમરાહ 67 વનડે મેચોમાં ટીમ ઈન્ડિયા તરફથી 108 વિકેટ મેળવી ચૂક્યો છે. જ્યારે ટી 20 મેચોની વાત કરવામાં આવે તો 50 મેચોમાં 59 વિકેટ ઝડપી છે. બુમરાહ જ્યારે ટીમ ઈન્ડિયાને વિકેટની જરુર હોય ત્યારે વિકેટ ઝડપે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝથી ચોથી મેચ રમાઈ રહી છે. ભારત જીતથી માત્ર 3 વિકેટ દુર છે.


ENG vs IND 2021: સ્ટેડિયમમાં એકલો બેઠેલો દેખાયો અશ્વિન, ફેન્સ બોલ્યા- બહુ જ ખરાબ લાગી રહ્યું છે


ભારત અને ઇંગ્લેન્ડ (Ind Vs Eng)ની વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. આ મેચમાં જીત માટે ભારતને ઇંગ્લેન્ડની 10 વિકેટો લેવી પડશે. એટલા માટે આ મેચમાં બધા દારોમદાર ભારતીય બૉલરો પર છે. વળી, બીજીબાજુ ભારતીય ચોથી ટેસ્ટમાં અશ્વિન (Ashwin)ને સામેલ ના કરવામા આવતા તેના ફેન્સ તેને મિસ કરી રહ્યાં છે. 



સોશ્યલ મીડિયા પર અશ્વિનની એક તસવીર જોરદાર વાયરલ થઇ રહી છે. જેમાં તે ટીમના તમામ ખેલાડીઓથી અલગ માયુસ અને હતાશ થઇને સ્ટેડિયમમાં એક સીટ પર એકલો બેસેલો દેખાઇ રહ્યો છે. તેને આવી રીતે બેસેલો જોઇને તેના ફેન્સ તેને મેચમાં સામેલ ના કરવામાં આવવાને લઇને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 



અમને નામના એક યૂઝરે તે તસવીરને ટ્વીટ કરતા લખ્યું- તેને આ રીતે જોઇને બહુજ દુઃખ થઇ રહ્યું છે, અશ્વિનને આ રીતે બેન્ચો પર બેસવા માટે નહીં પરંતુ મેદાનમાં હોવુ જોઇએ. હું તમને બહુજ મિસ કરી રહ્યો છું. અને મને આશા છે કે જડ્ડુ સારુ પ્રદર્શન કરશે, અને વિકેટ લેશે અને ભારતીય ટીમને અશ્વિનના ના રમવાનો પસ્તાવો થશે.