Champions Trophy 2025: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાના આ શાનદાર પ્રદર્શનને જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ લાઈવ જોયું હતું. કરોડો ક્રિકેટ પ્રેમીઓએ જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગમાં આ મેચ લાઇવ જોઇ હતી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં દર્શકોની સંખ્યાના બધા રેકોર્ડ તૂટી ગયા હતા.
લાઈવ ક્રિકેટ સ્કોર ડેટા અનુસાર, ભારતે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં ચાર વિકેટ અને 11 બોલ બાકી રહેતા 267 રન બનાવીને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલની પ્રથમ ઇનિંગમાં ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ જિયો હોટસ્ટાર ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. પ્રથમ ઇનિંગમાં 66.9 કરોડથી વધુ લોકોએ આ પ્લેટફોર્મ પર લાઇવ ક્રિકેટ મેચનો આનંદ માણ્યો હતો.
અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ 19.25 કરોડ (192.5 મિલિયન) દર્શકોએ જોઇ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં લાઇવ મેચ જોતા દર્શકોની સંખ્યા 40 કરોડથી વધુ થઇ ગઇ હતી. ભારતે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હાર આપી હતી. ન્યૂઝીલેન્ડ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ લાઇવ સ્ટ્રીમમાં દર્શકોની સંખ્યાનો રેકોર્ડ તૂટ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જિયો હોટસ્ટાર પર 60.2 કરોડથી વધુ લોકોએ જોઇ હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 11 બોલ બાકી રહેતા 4 વિકેટે મેળવી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો. જેણે 84 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે રોહિત બ્રિગેડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. બીજી સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે.
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો