Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ ઐતિહાસિક જીત પર ટીમને અભિનંદન પાઠવ્યા. દેશભરના ક્રિકેટ પ્રેમીઓએ ટીમ ઈન્ડિયાના સમર્થનમાં ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર કરીને ઉજવણી કરી હતી
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "X" પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા લખ્યું હતું કે, "કૌશલ્ય અને દૃઢ નિશ્ચયનું કેટલું શાનદાર પ્રદર્શન!! ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં રોમાંચક જીત બદલ છોકરાઓને અભિનંદન. તમે દેશને ગૌરવ અપાવ્યું. ફાઇનલ માટે શુભકામનાઓ!"
રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી અને "X" પર પોસ્ટ કર્યું હતું કે, "આજની એક શાનદાર જીત! કૌશલ્ય, દૃઢનિશ્ચય અને ટીમવર્કનું સાચું પ્રદર્શન - રોહિત દ્વારા શાનદાર નેતૃત્વ, વિરાટે પણ પોતાની ખાસ પ્રતિભાનો પરિચય આપ્યો. આ અદભૂત સિદ્ધિ પર સમગ્ર રાષ્ટ્ર ગર્વ અનુભવે છે. ગૌરવથી એક ડગલું દૂર - ટ્રોફી ઘરે લાવો, છોકરાઓ!"
'ટીમવર્કનું અસાધારણ પ્રદર્શન!'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, "ફાઇનલમાં! સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રભાવશાળી જીત બદલ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન. મેન ઇન બ્લુએ ફરી એકવાર અસાધારણ ટીમવર્ક, દૃઢ નિશ્ચય અને ક્લાસનું પ્રદર્શન કર્યું છે. આ જીતની ગતિ ચાલુ રાખવા અને ટ્રોફી ઘરે લાવવા માટે તેમને શુભેચ્છાઓ."
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "ભારતનો વિજય ક્રમ ચાલુ છે અને આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. ચાલો ચેમ્પિયન્સ ટ્રોફી આપણા ઘરે લઇ આવીએ છીએ."
ટીમ ઈન્ડિયાની જીત પર નીતિન ગડકરીએ શું કહ્યું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ટીમ ઈન્ડિયાને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું હતું કે "ઓસ્ટ્રેલિયા પર એક શાનદાર જીત, જુસ્સા, દૃઢ નિશ્ચય અને શુદ્ધ પ્રભુત્વથી પ્રેરિત. સ્વપ્ન હવે ફક્ત એક ડગલું દૂર છે - ઇતિહાસમાં આપણા નામ લખવા માટે એક છેલ્લી લડાઈ. રાષ્ટ્ર એક થઇને ગૌરવની જય જયકાર કરી રહ્યું છે. આગળ વધો,ચક દે ઈન્ડિયા!"
રોહિત શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, દુનિયાભરના કેપ્ટનોએ જે નથી કર્યું, તે કરિશ્મા કરી બતાવ્યો