દરેક ટીમોના ખેલાડીઓ બાયૉ બબલની વચ્ચે રમી રહ્યાં છે. જેના કારણે દરેક ખેલાડીઓ સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરી રહ્યાં છે. તાજેતરમાંજ આવો એક વીડિયો વિરાટ કોહલીને વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
વિરાટ કોહલીનો મેદાન પરનો એક અજબગજબ ડાન્સ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ બેઠા બેઠા ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. વિરાટના ડાન્સ પર રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે મજેદાર કૉમેન્ટ કરી છે. ખરેખરમાં વિરાટનો આ વીડિયો કોઇ ફેન્સે ટ્વીટર પર શેર કર્યો છે. આર્ચરે આ વીડિયો પર કૉમેન્ટ કરતા લખ્યુ- જ્યારે તે તમને કહે કે તમે જાઓ અને દરવાજો બંધ કરીને જાઓ.
જોફ્રા આર્ચરની આ મજેદાર કૉમેન્ટ બાદ ફેન્સ પણ આ વીડિયો પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યાં છે. આ વીડિયો કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચમાં ટૉસ પહેલાનો છે. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કે વિરાટે મેદાન પર ડાન્સ કર્યો હતો.