નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર અને વકીલ રોહન જેટલી દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ(DDCA)ના બિનહરિફ અધ્યક્ષ ચૂંટાયા છે. આ પદ માટે જે લોકોએ રોહન જેટલી વિરુદ્ધ ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેઓએ પોતાનું નામ પરત લઈ લીધું હતું. રોહન જેટલીના અધ્યક્ષ બનવાની સત્તાવાર જાહેરાત 9 નવેમ્બરે કરવામાં આવશે.

રોહન જેટલી પહેલેથી જ અધ્યક્ષ પદ માટે સર્વસમ્મત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા અને હવે યાદી બાદ DDCAના અધ્યક્ષ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રોહન જેટલીના પિતા અરુણ જેટલી ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ રહ્યાં હતા. જેટલી 1999થી 2013 સુધી 14 વર્ષ DDCAનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. અરુણ જેટલીનું ગત વર્ષે ઓગસ્ટમાં નિધન થયું હતું. તેના બાદ દિલ્લીના ફિરોજ શાહ કોટલા મેદાનનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ.

ઉમેદવારી પરત ખેચવાની છેલ્લી તારીખ શનિવારે 17 ઓક્ટબરે બપોર સુધી હતી. તેના બાદ ચૂંટણી અધિકારી નવીન બી ચાવલાએ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી. હવે પાંચથી આઠ નવેમ્બર વચ્ચે ડીડીસીએના ચાર નિદેશકો અને કોષાધ્યક્ષના પદની ચૂંટણી થશે. નવ તારીખે પરિણામની જાહેરાત કરવામાં આવશે.

ચાર નિદેશકો માટે નવ લોકો રેસમાં છે, જેમાંથી ચાર -ચાર બે અલગ ગ્રુપોમાંથી જે જેમાં અશોક શર્મા, દિનેશ કુમાર શર્મા, કરનેલ સિંહ અને પ્રદીપ અગ્રવાલ છે. જ્યારે સીકે. ખન્ના ગ્રુપમાંથી હરિસ સિંગ્લા, હર્ષ ગુપ્તા, મનજીત સિંહ અને સુધીર કુમાર અગ્રવાલ છે.