હાર બાદ ગુસ્સે ભરાયેલા બટલરે રાજસ્થાનની હારનુ ઠીકરુ કોના માથે ફોડ્યુ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Oct 2020 03:06 PM (IST)
ખાસ વાત છે કે આઇપીએલ 13માં રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં બે મેચો જીતીને જીત સાથે પ્રારંભ કર્યો હતો, પરંતુ બાદમાં સતત ત્રણ હાર મળી હતી

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલ 13માં રાજસ્થાનની બેટિંગ કંઇ ખાસ નથી કરી શકી. બેટ્સમેનો સતત નિષ્ફળ રહ્યાં છે, જેના કારણે છેલ્લી ત્રણ મેચોમાં રાજસ્થાન રૉયલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. સતત મળી રહેલી હાર અને ગઇ કાલે મુંબઇ સામે મળેલી હારથી સ્ટાર બેટ્સમેન બટલર ગિન્નાયો છે. તેને હાર માટે રાજસ્થાન રૉયલ્સના ટૉપ ઓર્ડરને સીધે સીધુ જવાબદાર ગણી કાઢ્યુ છે. મંગળવારે રાજસ્થાન રૉયલ્સને મુંબઇ ઇન્ડિયન્સ સામે 57 રનોથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં જૉસ બટલર દમદાર 70 રનની ઇનિંગ રમી, પરંતુ અંતે હાર મળી હતી. હારના કારણે ગુસ્સે ભરાયેલા બટલરે ટીમના ટૉપ ઓર્ડર પર હારનુ ઠીકરુ ફોડ્યુ છે. બટલરે કહ્યું કે, છેલ્લી ત્રણ મેચોમાં અમારા ટૉપ થ્રી બેટ્સમેનો સારુ પ્રદર્શન નથી કરી શક્યા, અમે ખાસ કરીને પાવરપ્લેમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી, અને ટી20માં આ રીતની સ્થિતિમાં તમે વધુ મેચો નથી જીતી શકતા. બટલરે કહ્યું - ખરેખરમાં મુંબઇએ સારી બૉલિંગ કરી, અને અમે ઇનિંગ ના સંભાળી શક્યા. એક બેટ્સમેન તરીકે જો તમે શરૂઆતમાં જ કમજોર થઇ જાઓ તો ટૉપ ક્રમના બેટ્સમેનો સારી રીતે બૉલરોનો સામનો નથી કરી શકતા. ઉલ્લેખનીય છે કે મુંબઇએ રૉયલ્સને 194 રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, અને રાજસ્થાને માત્ર 12 રનના સ્કૉરે શરૂઆત ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ બટલરની ટકાઉ ઇનિંગે ટીમના સ્કૉરને 136 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ખાસ વાત છે કે આઇપીએલ 13માં રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં બે મેચો જીતીને જીત સાથે પ્રારંભ કર્યો હતો, પરંતુ બાદમાં સતત ત્રણ હાર મળી હતી. હાલ રાજસ્થાન ટીમને વધુમાં વધુ જીતની જરૂર છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ